તમારા હક્ક માટે જાગૃત બનો, તમારા વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન છે.? ક્યારે ખુલે છે? ક્યા દિવસે જથ્થો આપે છે? પુરતો આપે છે?

હેરાનગતિ હોય અને કહેવાતા બાહોશ  પુરવઠા અધિકારી કે પુરવઠા નિરીક્ષકો દાદ ન આપે તો તમે બેધડક થઇ mysamachar.in ને જણાવો..... અમે આપીશુ વાચા

તમારા હક્ક માટે જાગૃત બનો, તમારા વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન છે.? ક્યારે ખુલે છે? ક્યા દિવસે જથ્થો આપે છે? પુરતો આપે છે?
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર

mysamachar.in દ્વારા શહેર અને જીલ્લામાં આવેલ સસ્તા અનાજવોર્ડમાં સુચારૂ વ્યવસ્થા થાય તેમજ ગરીબો અને જરૂરીયાતમંદ રેશનકાર્ડ ધારકને મળવાપાત્ર અનાજ કઠોળ વગેરે નિયમિત અને પુરતુ તેમજ યોગ્ય વજનથી મળતુ રહે તે હેતુથી હાથ ધરાયેલી ઝુંબેશની શરૂઆતમા જ સનસનીખેજ બાબતો સામે આવી છે, લગતતંત્ર આ અંગે કાર્યવાહી જ ન કરતુ હોય આ ઝુંબેશ શરૂ કરવી પડી અને લોકોની અનેક ફરિયાદો સામે આવી છે, નાગરીકો દુઃખી થઇને તેમને રેશનીંગ વોર્ડથી પડતી મુશ્કેલીઓ જણાવે છે, ત્યારે ખુબજ આશ્ચર્ય થાય અને દુખ પણ થાય આ કરૂણ દારૂણ સ્થિતિમાંથી પોતાના લાભ લેનારાઓને ગરીબોની આંતરડી કકડે છે તેનો વિચાર નથી આવતો તે કેવી કરૂણતા કહેવાય? કહેવાતા બાહોશ જિલ્લા પુરવઠા અધિકારી અને તેમના પુરવઠા નિરીક્ષકો અને સ્ટાફના પેટનુ પાણી પણ નથી હલતુ...! તેને શું કહેવાય.?

જુદા-જુદા વિસ્તારના લોકોની થોકબંધ ફરિયાદોમાથી અમુક જોઇએ તો માલ લેવા રેશનવોર્ડના સંચાલકો ધક્કા ખવડાવે છે, માલ વજનમા ઓછો આવે છે, વોર્ડ સંચાલકો સારો વ્યવહાર નથી કરતા, વોર્ડમાંથી બીલ નથી, આપતા માલ ઘણીવખત કાંકરી ધુળ વગેરે વાળો આપે છે, પુરો માલ મળતો નથી કોઇ વોર્ડ બદલે કે બંધ થાય તો રેશનકાર્ડ ધરાવનારને જાણ નથી થાતી  વોર્ડ ક્યારે ખુલે તે પબ્લીકને ખબર જ નથી પડતી મરજી પડે ત્યારે ખુલે વોર્ડની દુકાને માલ ભાવ વગેરે વિગતના બોર્ડ નથી હોતા.... વગેરે અનેક બાબતો લોકો જણાવે છે હજુ તો mysamachar.in ની ઝુંબેશ શરૂ થઇ ત્યા તો અનેક બાબતો જાણવા મળી છે જે અત્યંત ગંભીર છે,

માટે mysamachar.in જામનગર શહેર અને જિલ્લાના દ્વારકા જિલ્લાના રેશનકાર્ડ ધારકોને આહવાન કરે છે કે તમને રેશનીંગ વોર્ડને લગતી તકલીફો હોય તો અમને તમારી સમસ્યા જણાવો અમે તેને વાચા આપીશુ જેથી તમને નિયમિત જથ્થો મળે એ અમારા પ્રયત્ન રહેશે લોકોમાંથી સુચનો મળે છે કે અમારા પ્રશ્નોને તમે વાચા આપો કેમકે બાકી તો કોઇ તંત્ર સાંભળતા નથી કોઇ પુછવા કે જોવા સરકારી ઓફીસમાંથી આવતા નથી અમુક નાગરીકોને તો ફરિયાદ ક્યા કરવી તે ખબર ન હોય હવે જે કોઈ સમસ્યાઓ હોય એ લોકો જણાવે એ કોઇની શેહ શરમ વગર પ્રસિદ્ધ કરવામા આવશે હા ફરિયાદો નક્કર હોવી જોઇએ તે જરૂરી છે..

તેમજ તમારા વિસ્તારમા રેશન વોર્ડ ક્યા છે?? ક્યારે ખુલે છે?? કેટલો માલ આપે છે?? બીલ આપે છે કે નહી?? વગેરે જે સમસ્યા હોય તે બેધડક થઇ જણાવો જે પ્રસિદ્ધ થવાથી લોકોની સમસ્યા હલ થાય એ અમારી ઝુંબેશની સિદ્ધી ગણાશે., હા એ પણ જરૂરી છે કે રેશનકાર્ડ ધારકો મામલતદાર કચેરી પુરવઠા કચેરીમા ફરિયાદ કરે અને લેખીત કે મૌખીક તેમની સમસ્યા જણાવે ત્યાથી યોગ્ય જવાબ ન મળે તેમજ કહેવાતા બાહોશ જિલ્લા પુરવઠા અધીકારી કે પુરવઠા નિરીક્ષક તમારી ફરિયાદના પગલે તપાસ ન કરે તો પણ કાર્ડ ધારકો અમને જણાવી શકે છે.અમારો ફોન નંબર 63566 40631 પર આપની રેશનવોર્ડને લગતી સમસ્યાની માહિતી વોટ્સઅપ પર મોકલી અમોને જાણ કરી શકો છો.તેની ખરાઈ કર્યા બાદ અમે તેને વાચા આપીશું.