સળંગ ત્રણ દિવસ બેન્કો બંધ રહેશે, વહીવટ વહેલા પતાવી લેજો 

આ દિવસે બેંકો આ કારણથી રહેશે બંધ 

સળંગ ત્રણ દિવસ બેન્કો બંધ રહેશે, વહીવટ વહેલા પતાવી લેજો 
file image

Mysamachar.in-ગુજરાત 

ગુજરાત બેન્ક વર્કસ યુનિયન દર શનિવારે રજા સહિતની પડતર માગણીઓના ટેકામાં 27 જૂને તમામ રાષ્ટ્રીયકૃત બેન્કોમાં હડતાળનું એલાન આપ્યું છે. આ હડતાલ પૂર્વે 25મીએ ચોથો શનિવાર અને 26મીએ રવિવારની રજા હોવાથી સળંગ ત્રણ દિવસ બેન્કો બંધ રહેશે.આમ જો બેન્કોનો આર્થિક વહીવટ હોય તો વહેલાસર પતાવી લેજો.મહત્વનું છે કે એક દિવસીય આ હડતાલમાં અલગ અલગ 9 યુનિયન જોડાય અને પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે.