Mysamachar.in-જામનગર
રાબેતામુજબ આજે જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના લેયારા ગામે PGVCLની ટીમના માણસો ચેકિંગ માટે પહોચ્યા હતા, જ્યાં ગામમાં રહેતા રધુવીરસિંહ બહાદુરસિંહ જાડેજાના ઘરે પણ PGVCLની ટીમના માણસો દ્વારા ચેકિંગ માટે પહોચ્યા રઘુવીરસિંહ અને બહાદુરસિંહ અને ઘરમાં હાજર એક મહિલાએ વીજકંપનીના કર્મચારીઓને અટકાવી તેઓની વીજ ચેકિંગ સ્લીપ ફાડી નાખી ફરજમાં રૂકાવટ કરી બાદ અન્ય આશરે 20 થી 25 લોકોનું અન્ય ટોળું પણ એકત્ર થયું હતું, અને ફરિયાદી જુનીયર ઈજનેર સુરજ મારડીયા તેમજ અન્ય સ્ટાફ સાથે ગેરવર્તણૂક અને હુમલો કર્યા બાદ ગાળો કાઢી ઢીક્કા પાટ્ટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા સબબની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાઈ છે.