એશિયાનો સૌથી ઝેરી આલ્બીનો કાળોતરો સાપ જુનાગઢમાં રેસ્ક્યુ થયો

ગુજરાતમાં સૌપ્રથમ ઘટના

એશિયાનો સૌથી ઝેરી આલ્બીનો કાળોતરો સાપ જુનાગઢમાં રેસ્ક્યુ થયો

Mysamachar.in-જુનાગઢ

આપણે ત્યાં અનેક પ્રકારના ઝેરી-બિનઝેરી સાપ મળી આવે છે. જેમાં સૌથી ઝેરી ગણાતો સાપ એટલે કાળોતરો (કોમન ક્રેટ) સાપ છે. આ સાપના કરડવાના નજીકના સમયમાં જ જો યોગ્ય સારવાર ન મળે તો માનવીનું કલાકોમાં જ મોત નીપજે છે. મુખ્યત્વે એશિયા ખંડમાં જંગલ, વીડી અને પાણી નજીક મળી આવતો આ સાપ બીજા ઝેરી, બિનઝેરી સાપ ને પણ આરોગી જાય છે. સામાન્ય રીતે આ સાપ કાળા અથવા કથાઈ રંગના અને શરીર પર સફેદ પટા ધરાવતો હોય છે. જયારે રેસ્ક્યુ થયેલ સાપ રંગસૂત્રોની ખામીના કારણે ભૂરો અને પટા રહિત છે.

જામનગર લાખોટા નેચર કલબ ની જુનાગઢ ટીમના કીર્તિ રાજગોર ધ્વારા જુનાગઢના સંતેશ્વર સોસાયટીમાં રેસ્ક્યુ કોલમાં 2.5 ફૂટના આ અલભ્ય સાપ ને પકડેલ અને તેનું સફળ રેસ્ક્યુ કરી તેના નૈસર્ગિક વાતાવરણમાં મુકત કરવામાં આવેલ. એક જાણકારી મુજબ આ પ્રજાતિનો આ આલ્બીનો સાપ ગુજરાતમાં સૌપ્રથમ વખત જોવા મળેલ છે.