આશાપુરા મિત્રમંડળ દ્વારા રક્તદાન કેમ્પ તથા આંખના મોતિયાનો કેમ્પ 

રક્તદાન કૅમ્પ આંખના મોતીયા ઉતારવાનો કેમ્પ

આશાપુરા મિત્રમંડળ દ્વારા રક્તદાન કેમ્પ તથા આંખના મોતિયાનો કેમ્પ 

આશાપુરા મિત્રમંડળ દ્વારા રક્તદાન કેમ્પ તથા આંખના મોતિયાનો કેમ્પ 

આશાપુરા મિત્ર મંડળ મચ્છરનગર તથા જાયન્ટસ્  ગ્રુપ ઓફ જનસેવા દરેડના સંયુક્ત ઉપક્રમે તા.૨૩ જૂનના રોજ વિવિધ કાર્યક્રમોનું  આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે ૯થી૧૨  તથા બપોરે ૩ થી ૬ દરમિયાન આશાપુરા મંદિર મચ્છરનગર ખાતે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના અંગે કૅમ્પ રાખવામાં આવ્યો છે તેમજ સવારે ૯થી ૧૨ દરમિયાન રક્તદાન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત આશાપુરા મિત્રમંડળ અને વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૨૩ જુનના  રોજ સવારે ૯ થી ૧૨ દરમિયાન આશાપુરા મંદિર ખાતે આંખના મોતીયા ઉતારવાનો કેમ્પ પણ રાખવામાં આવ્યો છે.આ તમામ કૅમ્પનું દીપ પ્રાગટય દ્વારા ઉદ્દઘાટન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવશે.આ કૅમ્પનો લાભ લેવા સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.