શું ગુજરાતમાં મહિલાઓ ખરેખર સુરક્ષિત છે?આ બનાવોએ ખોલી મહિલા સુરક્ષાના દાવાઓની પોલ...

કોડીનાર,કલ્યાણપુર,રાજકોટ,અમદાવાદ બની ઘટનાઓ

શું ગુજરાતમાં મહિલાઓ ખરેખર સુરક્ષિત છે?આ બનાવોએ ખોલી મહિલા સુરક્ષાના દાવાઓની પોલ...

mysamachar.in-અમદાવાદ:

ગુજરાત સરકાર દ્વારા મહિલા સુરક્ષાને લઈને મસમોટા દાવા તો અનેકવાર કરવામાં આવે છે પણ આ દાવાઓમાં કેટલો દમ છે તેની ખરાઈ છેલ્લા કેટલાક દિવસોમાં મહિલાઓ પરના જુદા-જુદા બનાવોએ કરી આપી છે,ગુજરાતમાં માત્ર છેલ્લા એક માસમાં જામનગર જિલ્લા સહિત રાજયભરમાં મહિલાઓ ઉપર બળાત્કાર,નિર્લજ્જ હુમલા સહિતની ઘટનાઓ સામે આવતા ગુજરાતને નીચા જોવા પણું થયું હોવાનો અહેસાસ આમ નાગરિકોને થઈ રહ્યો છે અને મહિલા સુરક્ષાના દાવાઓની તો જાણે હવા નીકળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે,

ગીર સોમનાથમાં એક તરફી પ્રેમમાં સગીરાની હત્યાનો બનાવ સામે આવ્યો છે,તેવામાં પ્રેમ પ્રકરણની આશંકાના આધારે અમદાવાદમાં યુવતીની હત્યાનો બનાવ બન્યો છે,તો રાજકોટમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી યુવતી સાથે મિત્રતા કેળવીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટનાથી ગુજરાત મહિલાઓ માટે કેટલુ સુરક્ષિત છે તેની આ તાજેતરમાં બનેલા બનાવો પરથી પોલ ખુલી ગઈ હોય તેમ લાગી રહ્યું છે,

જે રીતે ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે લોહાણા સગીરાની એક તરફી પ્રેમપ્રકરણમાં હત્યા કરવામાં આવી છે,આ બનાવમાં એક યુવતી સહિત બેની ધરપકડ કરાઇ છે અને આ બનાવથી સમગ્ર સોરઠ પંથકમાં હાહાકાર મચી ગયો છે.આ ઘટનાને થોડા જ દિવસો થયા છે તેવામાં અમદાવાદ જીવરાજ પાર્કના આકાશ-અમન પાર્ટી પ્લોટ પાસે બોથડ પદાર્થના ઘા મારીને હિના મરાઠી નામની યુવતીની હત્યાનો બનાવ બનતા તાકીદે પોલીસ ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે અને પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીની હત્યા પ્રેમપ્રકરણમાં નિપજાવામાં આવી હોવાની આશંકાએ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે,

બીજી તરફ આ બનાવ અંગે અમદાવાદ વાસણા પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધીને યુવતીની લાશને પી.એમ. માટે હોસ્પીટલ ખસેડવામાં આવી છે,

અમદાવાદ જેવા મેટ્રો સીટીમાં યુવતીની હત્યાના બનાવની સાથે સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટમાં પણ જીમ સંચાલક દ્વારા સોશ્યલ મીડિયાના માધ્યમથી એક યુવતી સાથે મિત્રતા કેળવીને પ્રેમજાળમાં ફસાવીને જીમ સંચાલકએ યુવતી પર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ છે,

રાજકોટ એ-ડિવિઝન પોલીસ મથકે યુવતીએ ઢેબર રોડ પાસે આવેલા જીમ સંચાલક વિરુદ્ધ બળાત્કાર અને મારી નાખવાની ધમકી આપ્યા સહિત પોતાની સાથે બનેલા બનાવ અંગે ચોકાવનારી ફરિયાદ કરતાં હાલ જીમ સંચાલકની ધરપકડ માટે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે,

આમ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં મહિલાઓ સાથે બનેલ બનાવો તેમજ કોડીનારની સગીરાની હત્યા સહિત ગુજરાતનાં મોટાભાગના શહેરોમાં મહિલા સાથે બનાવોમાં વધારો જોવા મળતા સરકારના મહિલા સુરક્ષાના લઈને પોકળ દાવા વચ્ચે ગુજરાત બદનામ થઈ રહ્યું છે.