ભૂ-માફીયા જયેશ પટેલ દ્વારા જયસુખ પેઢડિયાને પતાવવા સોપારી આપી ખૂનની કોશીશનો એ કેસ, ખાસ સરકારી વકીલ તરીકે તુષાર ગોકાણીની નિમણુંક
જામનગર પોલીસનો રીપોર્ટ અને ફરિયાદીની રજૂઆતને આધારે ગૃહ વિભાગ અને કાયદા વિભાગ દ્વારા મંજુરી

Mysamachar.in-જામનગર
જામનગરમાં કેટલાય જમીન કૌભાંડો અને અન્ય ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલા જયેશ પટેલ દ્વારા વર્ષ 2021માં શહેરના જાણીતા બિલ્ડર જયસુખ પેઢડીયાને જાનથી મારી નાખવાના ઈરાદા સાથે આરોપી મયુર હાથલીયા, ભરત ઉર્ફે કચો ચોપડા, રાજેન્દ્ર રાઠોડ, ત્થા કારૂ કેશરીયા વિગેરે કુલ 12 આરોપીઓ ધ્વારા ફાયરીંગ કરાવેલ હતું, જેમાં બિલ્ડરને ખુબ જ ગંભીર ઈજાઓ થયેલ હતી અને તેમને મોઢાના ભાગે પીસ્તોલ વડે ફાયરીંગ ક૨વામાં આવેલ જે બુલેટ બિલ્ડરના ગળામાં ફસાઈ ગયેલ હોય અને તેમની સારવાર કરવામાં આવેલ અને તેમની લાંબો સમય સારવાર ચાલ્યા બાદ બિલ્ડરનો માંડ જીવ બચ્યો હતો, જો કે આરોપીઓની ગણતરીની કલાકોમાં જ જામનગર પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવેલી હતી,
આરોપીઓની અટક થયા બાદ પોલીસની સઘન પુછપરછમાં આ બિલ્ડર ઉપર ફાયરીંગ કરવાની સોપારી જયેશ પટેલ દ્વારા ૩ કરોડમાં આપવામાં આવેલી હોવાનું તપાસમાં ખુલવા પામ્યું હતું, અને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ ત્યારબાદ આરોપીઓ ધ્વારા અનેક વખત જામીન મુક્ત થવા માટે અ૨જીઓ ક૨વામાં આવેલ જે કેસની ગંભીરતાને ધ્યાને લઈ અને ગુજરાત હાઈકોર્ટ સુધી આરોપીઓને જામીન મળવામાં સફળતા મળેલ નહોતી,
આ સોપારી આપવાનો કેસ ગંભીર હોવાનું સ૨કા૨ના ધ્યાને આવતાની સાથે જ આ કેસને ગૃહ વિભાગ ધ્વારા જીલ્લા પોલીસ અધિક્ષકને આ કેસનો સમાવેશ કરવા માટેનો અભિપ્રાય માંગવામાં આવેલ જેમાં કાર્યકારી પોલીસ અધિક્ષક દ્વારા આ કેસમાં કુખ્યાત આરોપી જયેશ પટેલની સંડોવણી હોવાનું જણાવવામાં આવેલ હતું અને આ જયેશ પટેલ જામનગ૨ના જાણીતા વકીલ કિરીટ જોષીના મર્ડ૨માં સીધી રીતે સંડોવાયેલા છે અને વકીલ કીરીટ જોષીના મર્ડરના મુખ્ય સાક્ષી તરીકે બિલ્ડર જયસુખ પેઢડીયા અને તેમના ભાઈ આ કેસના ફરીયાદી હસમુખ પેઢડીયા હોય જેમના ઉપર દબાણ લાવવા માટે તેમના ભાઈ જયસુખ પેઢડીયાની સોપારી આપી અને મર્ડર કરવા એક કાવતરૂ ક૨વામાં આવેલ હતું અને આરોપી જયેશ પટેલ સામે 50 જેટલા ગંભી૨ પ્રકારના ખંડણી લુંટ અને મર્ડર જેવા ગુન્હાઓ નોંધાયેલા હોય જેથી આ કેસ સ્પેશ્યલ કેસ તરીકે જામનગરના જાણીતા બિલ્ડર જયસુખ પેઢડીયાની ૩ કરોડમાં સોપારી આપી અને મર્ડર ક૨વાના પ્રયાસના ગુન્હાની જાણકારી ગૃહ વિભાગને આપેલી હતી,
જે ગૃહવિભાગ ધ્વારા કાયદા મંત્રાલયમાં આ કેસમાં ખાસ સ૨કારી વકીલની નિમણુંક અર્થે મોકલવામાં આવતા આ કેસની ફાઈલમાં સ૨કારી વકીલની નિમણુંકની અનુમતી આપવામાં આવેલ જેમાં રાજકોટના જાણીતા અને પુર્વ આઈ.પી.એસ. અધિકારી સંજીવ ભટ્ટના કેસમાં સ૨કા૨ ત૨ફે ૨હેલ વકીલ તુષાર ગોકાણીની નિમણુંક ક૨વામાં આવેલ છે. આ કેસની ગંભી૨તા ધ્યાને લઈ અને આ પ્રકા૨ના કુખ્યાત ગુન્હેગા૨ અને ગુજશીકોટમાં જયેશ પટેલ ફરારી હોય આ કેસમાં પણ તેઓ ફરારી હોય જેથી આ ગંભીરતા ધ્યાને લઈ અને જાણીતા બિલ્ડરના હત્યા કરવાના પ્રયાસના કેસમાં ફરીયાદી હસમુખભાઈ પેઢડીયાની રજુઆતો ધ્યાને લેવામાં આવેલ અને સ૨કા૨ ૫ક્ષે ફરિયાદી તરફે કેસની કાર્યવાહીઓ ચલાવવા માટે કાયદા મંત્રાલય દ્વારા ખાસ સરકારી વકીલ તરીકે ખુબ જાણીતા અને રાજકોટના વકીલ તુષા૨ ગોકાણીની નિમણુંક થઇ છે.