કોઇ તો કહો  મોદી સાહેબને...કે ડ્રીમપ્રોજેક્ટ ધુળધાણી કા થાય......કો'ક તો જાગો

કસ્ટમ્સ એક્સાઇઝ આઇટી...હવે સિંચાઇમા તપેલા ચઢશે

કોઇ તો કહો  મોદી સાહેબને...કે ડ્રીમપ્રોજેક્ટ ધુળધાણી કા થાય......કો'ક તો જાગો

Mysamachar.in-જામનગર:

વડાપ્રધાન સ્વચ્છતાના આગ્રહી છે, માત્ર શહેરોની જ નહિ પણ તે પછી સરકારી વિભાગોમા સફાઇ શરૂ કરી ભ્રષ્ટઅધીકારીઓની યાદી બને છે, તેમાથી ઘણા સસ્પેન્ડ થાય છે ઘણા નિવૃત થાય છે, તો માયસમાચારના વાંચકોમાંથી અમુક જાણકાર આ યોજનાની તલસ્પર્શી ભ્રષ્ટાચાર ભાગીદારીની સ્ફોટક વિગતો આપવા તૈયાર છે, પરંતુ વિગત ની ખરાઇનો થોડો સમય માંગ્યો છે, ત્યારે કોઇ વડાપ્રધાન ને તો કહો કે તમારો ડ્રીમપ્રોજેક્ટ ધુળ ધાણી કા થાય ત્યા સુધી તો બીજી ઘણી વિગતો પણ બહાર આવી શકશે, અત્યાર સુધીની વાસ્તવિકતા મુજબ અનેક ગામોમાંથી સૌની યોજનાની મસમોટી પાઈપ જમીનમાંથી ઉખડીને છેલ્લા એક વર્ષમા બહાર આવી ગઈ છે.જે તમામની તો દરેકને જાણ પણ નથી આ યાદી લાંબી છે અને કોઇ અવાજ ઉઠાવે તો દબાવી દે છે, જો કે આવા દરેક અને સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરને 15 દિવસમાં તમામ કામ પૂર્ણ કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી વખતો વખત ની નોટીસ બાદ પણ ઠોસ કામ થયું હોય કે થતું હોય તેમ દેખાતું નથી,

અગાઉ એટલે કે થોડાદિવસો પહેલા જ લોધિકા તાલુકાના અભેપર ગામ અને ચીભડા તેમજ રાજકોટ તાલુકાના ખોખડદળ ગામમાંથી તો કાલાવડના પીપળીયા ગામેથી પસાર થતી સૌની યોજનાની પાઈપ કે જે ખેતરો અને જમીનમાં ઊંડે દાટી દેવાઈ છે તે ઉખડીને બહાર આવી ગઇ હતી. સિંચાઈ વિભાગના ઈજનેર પ્રફુલ પોપટે જણાવ્યું હતું કે, આ પાઈપ ખાલી હતી. આ ઉપરાંત વરસાદને કારણે જમીનમાં પાણીનો પ્રવાહ વધતા પ્રેશરને કારણે બહાર આવી ગઇ હોવાનું પ્રાથમિક તારણ છે. આમ છતાં સાચું કારણ જાણવા માટે તપાસ માટે એજન્સી નીમી દેવાઈ છે, કોન્ટ્રાક્ટરને 15 દિવસમાં કામગીરી કરવા નોટિસ મોકલી છે પરંતુ ના રિપોર્ટ આવ્યા ના નક્કર કામ થયા...ત્યારે વધુ એક વખત જે રીતે કાલાવડમાં પાઈપો બહાર આવી છે તેમાં પણ ફીંડલું વાળી જશે કે કેમ..?

-સૌનીનુ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનો ગોટો વાળવાની ખાસ યોજના, નોટીસોના સુરસુરીયા અને ડીપાર્ટમેન્ટની સલામતી ફાઇલોની શોભા વધે છે.
હજારો કરોડોની સૌની યોજનાના થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનમા પણ ગોટો વાળવાની ખાસ યોજના અમલમા આવી છે, નહિ તો ગાંધીનગર થી માંડી ગામડા સુધી કોક તો સળવળે ને.?? તો એમ કેમ થતુ નથી સંવેદનશીલ સરકારના પાણીદાર મુખ્યમંત્રી અને તેમની ખાસ ટીમ ક્યા છે, આવા અનેક સવાલો સાથે જાણકારોએ હવે સ્પેશીફીકેશન અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન રિપોર્ટ અને તમામ નોટીસ એકઠી કરવા કમર કસી હોવાનુ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.