આર્થિક સંકડામણે વધુ એક યુવકનો ભોગ લીધો

જામનગર શહેરમાં વધી રહેલ ઘટનાઓ

આર્થિક સંકડામણે વધુ એક યુવકનો ભોગ લીધો
symbolic image

Mysamachar.in-જામનગર

છેલ્લા કેટલાક સમયથી જામનગર શહેરમાં આર્થિક સંકડામણથી વેપારીઓ યુવકો આપઘાતનો માર્ગ અપનાવી રહ્યા છે, એવામાં વધુ એક યુવકે આર્થિક ભીસથી કંટાળી જઈ આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે, જામનગરના ઢીચડા રોડ પર ક્રિષ્ના વેબ્રિજ સામે રહેતા નરેન્દ્રસિંહ પ્રાગજી જાડેજા ઉમર વર્ષ 32 નામના યુવાને આર્થિક પરિસ્થિતિના કારણે ભીંસમાં આવી જતા પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસ હેડ ક્વાર્ટરની પાછળ મારુંતી નગરમાં રહેતા ભગીરથસિંહ ખેંગારજી સોઢા દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. લોકડાઉન પછી આર્થિક ભીંસના કારણે આપઘાતના બનાવો બહાર આવી રહ્યા છે,