Mysamachar.in-જામનગર:
જામનગર પુરવઠા તંત્રની મીઠી નજર હેઠળ ઘણું બધું ચાલે છે, અને ચાલવા દેવામાં આવે છે, એવામાં વધુ એક વખત જે કામ પુરવઠા વિભાગે કરવાનું હોય તે કામ જામનગર એસઓજી ટીમે કર્યું છે, જામનગર જિલ્લામાં કેટલીય જગ્યાએ છાનેખૂણે પુરવઠા વિભાગની મીઠીનજર હેઠળ ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ ધમધમી રહ્યું છે, પણ પુરવઠા ઇન્સ્પેકટરો કે સાહેબને આમાં બહુ કાઈ રસ નથી ભલેને પછી સીએમનો જ આ મામલે કડક આદેશ કેમ ના હોય…
જામનગર એસ.ઓ.જી. પી.આઈ.એસ.એસ.નીનામાના માર્ગદર્શન જોડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના HC અરજણભાઈ કોડીયાતર તથા ઘનશ્યામભાઈ ડેરવાળીયા હકિકત મળેલ કે, ખીરી ગામ પાસે આવેલ મારૂતિ ઈન્ડસ્ટ્રીઝના વંડામાં જયેશગીરી દીલીપગીરી ગોસ્વામી રહે ધ્રોલ તથા ઈકબાલ મામદભાઈ સમેજા રહે ધ્રોલ વાળાઓ તેમના આ મારૂતિ ઈન્ડસ્ટ્રીઝના વંડામાં ગેરકાયદેસર બાયોડીઝલ-એલ.ડી.ઓ સંગ્રહ કરી વેચાણ કરે છે તેવી હક્કિત આધારે જોડીયા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટને સાથે રાખી રેઇડકરી ઇસમના કબજામાંથી બાયો ડીઝલી એલ.ડી.ઓ લીટર 1753 જેની કી. 1,05,180 ના મુદામાલ સાથે મળી આવતા તેમના વિરુધ્ધ જોડીયા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટએ કાયદેસર કાર્યવાહી કરેલ છે.