જામનગરમાંથી ઝડપાયો વધુ એક ક્રિકેટનો ડબ્બો, નિવૃત પોલીસકર્મીના પુત્ર સહીત 2 ઝડપાયા

કે.પી.શાહની વાડીમાં રહેણાક મકાનમાં એલ.સી.બી.નો દરોડો

જામનગરમાંથી ઝડપાયો વધુ એક ક્રિકેટનો ડબ્બો, નિવૃત પોલીસકર્મીના પુત્ર સહીત 2 ઝડપાયા

Mysamachar.in-જામનગર

હાલમાં ચાલી રહેલ આઈ.પી.એલ ક્રિકેટ મેચ પર સટ્ટોડીયાઓ પણ સક્રિય થયા છે, ત્રણ દિવસ પૂર્વે જામનગર જીલ્લાના જામજોધપુરમાંથી ક્રિકેટનો સટ્ટો ઝડપાઈ ચુક્યા બાદ જામનગર એલ.સી.બી. ટીમે નિવૃતપોલીસકર્મીના પુત્રના રહેણાક મકાનમાં ચાલતા ક્રિકેટના ડબ્બા પર દરોડો પાડી બે ઇસમોને ઝડપી પાડ્યા છે,

દરમ્યાન એલ.સી.બી પોલીસ કોન્સ અજયસિંહ ઝાલાને મળેલ બાતમી હકીકત આધારે જામનગર શહેરમા રામેશ્વરનગર કે.પી.શાહની વાડી બ્લોક નં 115 માં રહેતા નિવૃત પોલીસકર્મીના પુત્ર અશોકસિંહ કિરીટસિંહ ગોહિલના રહેણાંક મકાનમાં ચાલતા કિકેટ મેચના ડબ્બા ઉપર રેઇડ કરી તેના કબ્જા માંથી રોકડ 18.000/- ટીવી 50.000/- તથા લેપટોપ 25.000/- તથા મોબાઈલ ફોન નંગ - 6 23.000/- મળી કુલ રૂ. 1.16.000/- ના મુદામાલ સાથે પકડી પાડી તેમના વિરુધ્ધ પો.હેડ.કોન્સ ભગીરથસિંહ સરવૈયા ની ફરિયાદ આધારે પો.સ.ઈ. આર.બી.ગોજીયાએ ધરપકડ કરી જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. કિકેટ મેચમાં સોદા કરનાર ગ્રાહકો તથા કપાત લેનાર બુકીને ફરારી જાહેર કરેલ છે.

પકડાયેલ આરોપી:

(1) અશોકસિંહ કિરીટસિંહ ગોહિલ રહે. જામનગર શહેરમાં આવેલ રામેશ્વરનગર કે.પી.શાહની વાડી બ્લોક નં.115 માં

(2) વિજયસિંહ ધનુભા જાડેજા, રહે. રામેશ્વરનગર કે.પી શાહની વાડીની પાછળ જલારામ પાર્ક. શેરી નં. ૨ જામનગર

ગ્રાહક:ફરાર આરોપીઓ:

(3) હિતુ (4) ઇમરાન (5) ઈગલ (6) 19 નામ નો કોડ ધારક (7) મયુર (8) લલિત (9) 1 નામ નો કોડ ધારક (10) 9 નામનો કોડ ધારક (11) 32 નામ નો કોડ ધારક (12) મોગલી (13) ભાગ્યરાજ (14) યુવરાજસિંહ (15) પ્રિન્સ (16) અકબર (17) અલી (18) અંકુર (19) બરોડા (20) ભાવ (21) ચેતન (22) ચિરાગ (23) દીપેન (24) જયદીપ (25) કે-1 (26) કે-2 (27) કલ્પેશ (28) કરણ-1 (૨૯) કરણ-2 (30) સુરજ-કે (31) હબીબ મુનસી (32) વિનોદ-7 (33) HHH (34) HP (35) રાજવી (36) રવી (37) પકોડી (38) રાણા-7 (39) વાંકાનેર-2 (40) વાંકાનેર -5 (41) આર રાહુલ કે (42) દર્શન પરમાર સતવારા રહે. મોરબી મો (43) વિક્રમસિંહ ચુડાસમા રહે. માણાવદર (44) યુવરાજસિંહ ઝાલા રહે વાંકાનેર

કપાત લેનાર બુકી:

(1) વિજયસિંહ દિલુભા રાયજાદા (2) ચીકુભાઈ (3) મોન્ટુભાઈ