Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો હોય તેમ લાગે છે, હજુ ગત સપ્તાહની જ વાત છે કે જામનગર એસટી ડેપો પર વહેલી સવારે કેટલાક આવારા તત્વો એસટી બસ ડેપોના પ્લેટફોર્મ પર પોતાનું બાઈક ચઢાવી દઈ અને સુતેલા મુસાફરોને કનડગત કરી રહ્યાના CCTV સામે આવ્યા હતા, ત્યાં જ શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યાનો વધુ એક વિડીયો ખોડીયારકોલોની નજીકનો સામે આવ્યો છે,
ગઈકાલે ખોડીયાર કોલોની નજીક જે ઘટના બની તેના CCTV સામે આવ્યા તે પોલીસ ફરિયાદ પર નજર કરવામાં આવે તો ધર્મેશભાઇ ઓધવજીભાઇ ભીંડી જેવો વેપારી છે અને જે 64 દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહે છે, તે પોતાના કામ સબબ ખોડીયારકોલોની નજીકથી જતા હતા ત્યારે ત્રણ માણસોએ ફરીયાદીનો પીછો કરી ધર્મેશભાઈને આંતરી ગાળો કાઢી અને થપાટો મારી રૂપીયા 2000 ની લુંટ કરી એકબીજાને મદદગારી કર્યા સબબની ફરિયાદ સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ જતા પીએસઆઈ એસ.એમ.સિસોદિયાએ વધુ તપાસ હાથ ધરી છે. પણ આં બે બનાવ પરથી હવે પોલીસ દાદાએ પોતાનો અસલી કલર આવા લુખ્ખાઓંને બતાવવાનો સમય આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે.