વધુ એક ATM તસ્કરોનું બન્યું નિશાન, 15 લાખથી વધુની રોકડ ચોરી ગયા 

એટીએમ સેન્ટરોની સુરક્ષા કેટલી સૌથી મોટો સવાલ

વધુ એક ATM તસ્કરોનું બન્યું નિશાન, 15 લાખથી વધુની રોકડ ચોરી ગયા 

Mysamachar.in-મોરબી 

રાજ્યમાં જુદી-જુદી બેંકો દ્વારા ગ્રાહકોની સુવિધા માટે એટીએમ સેન્ટરો બનાવવામાં આવ્યા છે અને તે એટીએમ મશીનોમાં લાખોની કેશ રહેતી હોય છે, પણ મોટાભાગના એટીએમ મશીનો માત્ર સીસીટીવી કેમેરાના ભારોષા પર હોય છે, જયારે અન્ય સુરક્ષાને નામે મીંડું હોય છે, ત્યારે છેલ્લા કેટલાક સમયમાં રાજ્યમાં એક બાદ એક જિલ્લાઓમાં એટીએમ સેન્ટરો તસ્કરોના નિશાન બની રહ્યા છે, એવામાં મોરબીમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બેલા ગામે યુનીયન બેંકના એટીએમમાં તસ્કરો ત્રાટક્યા હતાં અને એટીએમ તોડી 15  લાખની મતાની ચોરી કરી ગયાનો બનાવ સામે આવ્યો છે પોલીસે બનાવની ફરિયાદ નોંધી તસ્કરો સુધી પહોચવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જેતપર રોડ પર બેલા ગામની સીમમાં આવેલ સેવેન સેરા મોલમાં દુકાન નં. 47 મા આવેલ યુનીયન બેંકનાં એટીએમમાં તસ્કરોએ ત્રાટકીને એટીએમની નાણાં તિજોરી તોડી તેમાં રહેલ 15 લાખથી વધુની ચોરી કરી લઈ ગયાં હતાં. બનાવ અંગે બેંકકર્મી દ્વારા મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે વિવિધ દિશાઓમાં તપાસ શરુ કરી છે.