આત્મહત્યા:ઓનલાઈન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે આ ઘટના લાલબતી સમાન

પિતાએ ઠપકો આપ્યોને પુત્રીએ......

આત્મહત્યા:ઓનલાઈન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે આ ઘટના લાલબતી સમાન
symbolic image

Mysamachar.in-જામનગર

લોકડાઉન અને અનલોક બાદ ખાનગી શાળાઓ હજુ સુધી શરુ થઇ નથી, પણ ઘરે બેઠા વિદ્યાર્થીઓને શિક્ષણ અને શાળાઓને ફી મળે તે માટે ઓનલાઈન શિક્ષણ શરુ કરવામાં આવ્યું છે, પણ ઓનલાઈન શિક્ષણને કારણે એક ખુબ જ દુખદ કહી શકાય તેવી ઘટના આજે જામનગર શહેરમાં સામે આવી છે, અને તે દરેક વાલીઓ કે જેના બાળકો ઓનલાઈન અભ્યાસ કરે છે તેના માટે લાલબતી સમાન છે, વાત કઈક એવી છે કે એરફોર્સ 2 નજીક પ્રવિણ દાઢીની વાડી પાસે રામકૃષ્ણ સોસાય્ટીમાં વસવાટ કરતી બ્રિન્દા દિનેશભાઈ અકબરી નામની 17 વર્ષીય તરુણીને ઓનલાઈન અભ્યાસ બાબતે તેમના પિતા દિનેશભાઈએ ઠપકો આપતા બ્રિન્દાને આ વાતનું મનમાં લાગી આવતા તેણીએ પંખા સાથે ચુંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું સીટી સી ડીવીઝનના પોલીસ ચોપડે જાહેર થયું છે.