પોલીસકર્મી એ કહ્યું જાહેરરસ્તા પર ના ફોડ ફટાકડા,અને અને પછી તો યુવક એટલો ઉશ્કેરાઈ ગયો કે..

જાણો વિગતે..

પોલીસકર્મી એ કહ્યું જાહેરરસ્તા પર ના ફોડ ફટાકડા,અને અને પછી તો યુવક એટલો ઉશ્કેરાઈ ગયો કે..

mysamachar.in-જામનગર:

ગતરાત્રીના દિવાળીનું પાવનપર્વ ખુબ જ શાંતિમય વાતાવરણ રીતે સંપન્ન થયું..પણ ફટાકડા ફોડનાર લોકો એ મોડીરાત્રી સુધી ફટાકડાની મનભરીને મજા માણી..એવામાં વાત છે ગતરાત્રીના જામનગરના રણજીતરોડ નજીક આવેલ નવીવાસ વિસ્તારની જ્યાં અશરફખાન શબીરખાન પઠાણ નામનો યુવક જાહેરનામાં નો ભંગ કરીને જાહેરરસ્તા પર ફટાકડા ફોડી રહ્યો હતો,

ત્યારે ત્યાં પોતાની ફરજ ફરજ બજાવી રહેલા સીટી એ ડીવીઝન પોલીસમથકના પોલીસકર્મી રવિ પરાલીયા એ અશરફખાનને સમજાવવા જતા તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો,અને પોલીસકર્મી ને બેફામ ગાળો ભાંડવા લાગીને તમે દિવાળી પણ સરખી રીતે નથી કરવા દેતા તેમ કહીંને ત્રણ ચાર ઝાપટો પોલીસકર્મી ને ચોડી દીધી હતી,

જે બાદ પોલીસકર્મી એ આ મામલે સીટી એ પોલીસમથકમાં આ યુવક વિરુદ્ધ ફરજમાં રુકાવટ,જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાવતા દરબારગઢ ચોકી પીએસઆઈ વધુ તપાસ હાથ ધરી છે,