બેકાબુ બનેલ ટ્રેલરે કેટલાય વાહનોનો કડુસલો બોલાવ્યો તો 7 લોકો ઈજાગ્રસ્ત 

અહી બની છે આ ઘટના 

બેકાબુ બનેલ ટ્રેલરે કેટલાય વાહનોનો કડુસલો બોલાવ્યો  તો 7 લોકો ઈજાગ્રસ્ત 

Mysamachar.in-મહેસાણા:

મહેસાણા જીલ્લાના વડનગર-ઈડર રોડ પર આવેલા વલાસણા ગામ પાસેની ચોકડી પર સોમવારે મોડી સાંજે સિમેન્ટ ભરી ઈડર તરફ જતા ટ્રેલર (આરજે 22 જી 0466)ના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં 3થી વધુ ટુ-વ્હીલર, 2 કાર, 4 લારી, 2 કેબિનને અડફેટે લીધા હતા. જ્યારે રોડની સાઈડમાં આવેલી હોટલમાં ટ્રેલર ઘૂસી ગયું હતું. જેના કારણે રોડ સાઈડમાં રહેલા વલાસણાના 4 અને ઈડરના વ્યક્તિની વેગનઆર કારમાં રહેલા 3 સહિત 7 લોકોને ઈજા પહોંચી હતી. તમામ ઘાયલોને વલાસણા અને સુંદરપુરા 108માં વડનગર સિવિલમાં ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં વડનગર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અકસ્માત બાદ ચાલક ટ્રેલર મૂકી ભાગી ગયો હતો. જો કે નજરે જોનાર લોકોનું કહેવું છે કે ઘટનાથી એક સમયે તો જાણે અફરાતફરી મચી મચી જવા પામી હતી.