ટ્રાન્સફોર્મર કૌભાંડીયાની જેમ જ રાજકોટ દોડ લગાવતા એક અધિકારી...

ઉદ્યોગનગર સબડીવીઝનની વીજવિભાગની તપાસ હજુ  કોર્પોરેટ દ્વારા પણ ગોકળગતિએ

ટ્રાન્સફોર્મર કૌભાંડીયાની જેમ જ રાજકોટ દોડ લગાવતા એક અધિકારી...
file image

Mysamachar.in-જામનગર

જામનગર વીજવિભાગને જાણે અમુક-અમુક સમયે ગેરરીતિઓ સદી ગઇ હોય અને તેમાય " મારે ય નહી ને ભણાવેય નહી" તેવા અધિકારી આવી જાય જે જાણે બધુ પણ ચુપ રહે એટલે અમુક ભ્રષ્ટાચારીઓ ફાવી જાય છે, જેમ ટ્રાન્સફોર્મર કૌભાંડ......અર્થીંગ કૌભાંડ....વીજ પોલ ફરતે ગ્રીલ ફેન્સીંગના કૌભાંડ વગેરે ખાસ કંઇ નિર્ણય સુધી( અને ટ્રાન્સફોર્મરમાં તો ચાર્જશીટ બાદના સુરસુરીયા) પહોચ્યા નહી તે સૌ સ્ટાફ જાણે છે ત્યારે જો તેવુ કંઇજ આ પ્રકરણમાં થવા ન દેવુ હોય તો અત્યારથી તપાસ ટાઇટ કરવી પડશે અને તે માટે એમ કહેવાય છે કે નવા અધિક્ષક ખુબ મક્કમ ગતિએ આગળ ધપવાની ઇચ્છા રાખતા હતા,

પરંતુ જ્યા ફીલ્ડમાં તપાસ થાય છે ત્યા શું બધુ ઠોસ તપાસની રીતે થાય છે કે સર્વે થાય છે તે વાત રાજકોટ પહોચતા ત્યાથી તપાસ આવી તો જાણકારોના મતે તો એમાં પણ  ફીલ્ડ માં સર્વે ચાલે છે તો ચીફ એન્જીનિયર સુધી ઠોસ પુરાવા કેમ પહોચશે? ખુબ અનુભવી ચાર પાંચ અધીકારીઓની દેખરેખમાં સંપુર્ણ તપાસ જરૂર માંગી લે તેવુ આ ગાઢ પ્રકરણ છે પરંતુ થોડા દિવસો બાદ બધુ પક્કડ અને જમાવટ વગરનુ કેમ થતુ જાય છે? હજુય કોનુ હિત સાચવવા કચાશ અને ઢીલાશ રહે છે તે અલગથી તપાસનો વિષય છે.

બીજી તરફ જે તે વખતે ઉદ્યોગનગર સબડીવીઝન માં ફરજ બજાવી મોજથી આડુઅવળુ કરી પ્રમોશન મેળવી જ્યારે મીનીબાઇ પાટે બેઠા હોય ત્યારે દેખીતુ છે કે તેને બધા જ દાવ ફાવતા જ હોય માટે જ ટ્રાન્સફોર્મર કૌભાંડીયાઓ ની જેમ જ તેણે પણ ઓથ ગોતવા દોટ લગાવી દીધી છે હવે જોવાનુ એ છે કે કોર્પોરેટની તપાસ વધુ ઠોસ બને છે કે સંડોવાયેલાની દોટ રંગ લાવે છે??? સમગ્ર બાબતે રાજકોટ કચેરી થી માંડી જામનગર વિજસર્કલની જામનગર સ્થિત વડી કચેરીની બંને જિલ્લામાં ચર્ચાઓ તો ખુબ છે અમુક તો આ લગત અધીકારીના અમુક છાના "ડીલીંગ" ખુલ્લા પાડવા થનગને છે પરંતુ તપાસ માં કેવુ જોર દેવાય છે તેના ઉપર સમગ્ર મામલો આધારીત છે.