મોરબી નજીક હાઇવે પર એક સાથે 5 વાહનો વચ્ચે થયો અકસ્માત

જો કે સદનસીબે...

મોરબી નજીક હાઇવે પર એક સાથે 5 વાહનો વચ્ચે થયો અકસ્માત

Mysamachar.in-મોરબી

મોરબી જીલ્લાના માળીયા હાઇવે પર નાગડાવાસ ગામ નજીક આજે બપોરે એક અજાણ્યા વાહને કોઈ કારણોસર કાબુ ગુમાવતા 2 ટ્રક અને 2 કાર સાથે અથડામણ થઇ હતી. જેમાં એક ટ્રક અન્ય એક ટ્રકની પાછળ ઘુસી ગયો હતો. તેમજ બે કાર ટ્રક સાથે ભટકાઈ હતી. આથી, બંને કારના આગળના ભાગે મોટું નુકસાન પહોંચ્યું છે. આમ, આ અકસ્માતમાં પાંચ વાહનો ટકરાયા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. અને તેને ખાનગી વાહનમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સદનસીબે અકસ્માતના લીધે જાનહાનિના અહેવાલ નથી. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. તેમજ સુરજબારી પેટ્રોલિંગ IMTની ટીમ દ્વારા ક્રેન વડે વાહનોને રસ્તા પરથી ખસેડવામાં આવ્યા હતા. હાલ માળિયા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.