ઈંટોની આડમાં છુપાવવામાં આવેલ હતો દારૂનો જથ્થો

અગાઇ પણ અલગ અલગ મોડસ ઓપરેન્ડી સામે આવી છે

ઈંટોની આડમાં છુપાવવામાં આવેલ હતો દારૂનો જથ્થો

Mysamachar.in-રાજકોટ

વધુ એક વખત ઝડપાઈ છે દારૂની હેરાફેરી રાજકોટના કુવાડવા પોલીસે વખત ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. કુવાડવા પોલીસે 6,96,000ની કિંમતના દારૂના જથ્થા સહિત કુલ 10,96,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. કુવાડવા પોલીસ દ્વારા ઈટોની આડમાં થતી દારૂની હેરાફેરી ઝડપી પાડવામાં આવી છે. સોખડા ગામ રામાપીરના મંદિર પાસે આંબાવાડી તરફ જવાના રસ્તે ટાટા કંપનીનું વાહન પડ્યું છે. વાહનમાં ઈંગ્લીશ દારૂની જુદી-જુદી કંપની કાચની સીલ બંધ બોટલો રાખવામાં આવી છે. બાતમીના આધારે કુવાડવા પોલીસે રેડ કરતા જુદી જુદી કંપનીની 750 એમએલ 1,440 જેટલી બોટલો મળી આવી હતી આ સાથે કુવાડવા પોલીસે ટાટા 909 રજી. નંબર GJ-01-CU-2530ના અજાણ્યા ચાલક તેમજ તપાસમાં ખૂલે તે તમામ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.