જીવિત પત્નીને કાગળ પર બનાવી દીધી મૃત...પણ ફૂટી ગયો ભાંડો

જાણો કઈ રીતે..?

જીવિત પત્નીને કાગળ પર બનાવી દીધી મૃત...પણ ફૂટી ગયો ભાંડો

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકામાં એક ગંભીર છબરડો સામે આવ્યો છે,જેમાં બેંકમાં જોઇન્ટ એકાઉન્ટ ધરાવતા પતિ-પત્નીમાંથી પતિએ પોતાની પત્ની જીવિત હોવા છતાં મરણનો બોગસ દાખલો બનાવી લેતા અંતે દ્વારકા પોલીસ મથકમાં આ મામલે પત્ની એ જ પતિ વિરુદ્ધ ફરિયાદી બનવું પડ્યું છે,

દ્વારકાના રેતવાપાડા વિસ્તારમાં રહેતા રૂડીબેન ચાનપા અને તેના પતિ નાયાભાઈ ચાનપાનું દ્વારકાની શાક માર્કેટ નજીક આવેલ SBI બેન્કમાં સંયુક્ત ખાતું હોય જેમાં કોઈ પણ પ્રકારનો  લાભ લેવા માટે નાયાભાઈએ પોતાની પત્ની રુડીબેન જીવિત હોવા છતા દ્વારકા નગરપાલિકાના સબરજીસ્ટ્રારની ખોટી સહી અને સિક્કાઓ કરી,બોગસ મરણનો દાખલો ઊભો કર્યા બાદ ખોટા દસ્તાવેજનો સાચા દસ્તાવેજ તરીકે બેન્કમાં ઉપયોગમાં લઈ અને નામ કમી કરાવવા સાથે રૂ.૮૫૦૦ ઉપાડી અને છેતરપીંડી કરતાં આ મામલો તેની જ પત્નીને ધ્યાને આવતા પતિ વિરુદ્ધ પત્નીએ છેતરપીંડી, વિશ્વાસઘાત, ખોટા દસ્તાવેજનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરવો સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાવતાં પોલીસે વધુ તપાસ આરંભી છે.