આયુર્વેદિક સિરપની આડમાં દારૂના રેકેટનો પર્દાફાશ 

તપાસમાં આયુર્વેદીક સિરપની બોટલમાં દારુ હોવાનું જણાયુ

આયુર્વેદિક સિરપની આડમાં દારૂના રેકેટનો પર્દાફાશ 

Mysamachar.in:વડોદરા

વડોદરામાં પોલીસને એક મોટી સફળતા મળી છે, જ્યાં સાંકરદા ગામ પાસે આવેલ દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આયુર્વેદિક સિરપની આડમાં દારુ બનાવી આયુર્વેદીક દવાના નામે વેચાણ કરતી ફેક્ટરીનો શહેર પી.સી.બી. શાખાએ પર્દાફાશ કર્યો છે. આ કંપની કંકાસાવ નામની આયુર્વેદિક દવાની બોટલમાં આલ્કોહોલ વેચતી હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે. પોલીસે ફેકટરીમાંથી 30 લાખનો દારુ તથા મશીનરી અને અન્ય સાધનો મળીને 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.સમગ્ર મામલે એફએસએલ તપાસમાં આયુર્વેદિક સિરપની બોટલમાં દારુ હોવાનું જણાયુ હતું અને મોડી રાત સુધી કાર્યવાહી ચાલુ રાખી નીતિન કોટવાણી સહીત બે ના નામ બહાર આવતાં પોલીસ તપાસ શરુ કરાઇ છે.

આયુર્વેદિક દવા કંકાસાવના નામે ખુલ્લા બજારમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે પી.સી.બી.એ ખાત્રી કરીને કંપનીમાં દરોડો પાડ્યો હતો. અને આયુર્વેદિક સિરપની આડમાં દારૂ બનાવી આયુર્વેદિક દવાના નામે વેચાણ કરવાના ચાલી રહેલા વ્યવસ્થિત કૌંભાડનો પર્દાફાશ કર્યો હતો.દરોડા દરમિયાન રૂપિયા 30 લાખનો દારુ તથા દારુ બનાવાની મશીનરી અને સાધનો માલસામાન મળી રૂા.1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તે સાથે કંપનીના ત્રણ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.એફએસએલ તપાસમાં આયુર્વેદીક સિરપની બોટલમાં દારુ હોવાનું જણાયુછે.