જામનગર:હાપા યાર્ડમાં અજમાની આવક શરુ, રાજ્ય માટે અજમાના ભાવ જામનગરથી પડે છે બહાર

જામનગર:હાપા યાર્ડમાં અજમાની આવક શરુ, રાજ્ય માટે અજમાના ભાવ જામનગરથી પડે છે બહાર

Mysamachar.in-જામનગર

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને રાજ્યના સૌથી વધુ મગફળીના ભાવો મળવાનો રેકોર્ડ તાજેતરમાં જ થયો હતો, ત્યારે આજથી જામનગર યાર્ડ ખાતે અજમાની આવક શરુ થઇ છે, આજે પ્રથમ દિવસે 14 ગુણી અજમો આવેલ જેનો હરરાજીમાં 20 કિલોનો ભાવ 3301 થી 4001 સુધી રહ્યો હતો, તો હાપા માર્કેટિંગ યાર્ડ અજમાની હરરાજી અને ભાવો માટેનું મેઈન માર્કેટ છે, અને સમગ્ર ગુજરાત રાજ્યના અજમાના ભાવો જામનગરના હાપા યાર્ડ ખાતેથી જ બહાર પડે છે તેમ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલ જણાવે છે.