ભાઉ અને વીરૂની શિખામણ ઝાંપા સુધી.? મેરેથોન મીટીંગ વર્ગો બાદ ઘણા પ્રજા પ્રતિનિધીઓ કોરોનાકાળમા ગાયબ..!

સેવા હી સંગઠન ક્યા ગયુ? ચુંટાયેલા વગર ચુંટાયેલા સુધરાઇ-પંચાયતના પણ ગાયબ....? ફોન નથી ઊપાડતા.....ઓક્સીજન એમ્યુલન્સ દવા વગેરે માટે લોકો ફોન કરે છે... પીડા સાથે

ભાઉ અને વીરૂની શિખામણ ઝાંપા સુધી.? મેરેથોન મીટીંગ વર્ગો બાદ ઘણા પ્રજા પ્રતિનિધીઓ કોરોનાકાળમા ગાયબ..!
file image

Mysamachar.in-ગુજરાત

ગુજરાતમા સ્થાનિક સતા મંડળો અને 8 વિધાનસભા ચુંટણીઓ જીતવા જ ભાજપએ તાલ માલને તાસીરો કરેલો તે વાતનો છેદ ઉડાડવા ભાજપ સરકાર અને ભાજપ સંગઠન બંને સતાકેન્દ્રો પરથી હાલ કોવિડ કટોકટીમા જનસેવાના "વિરૂ" અને "ભાઉ" ના આદેશ છુટ્યા છે પરંતુ પડ્યો બોલ ઝીલાયો ન હોય વાસ્તવિકતા વરવી દેખાય છે જે માટે રાજકીય વિશ્લેષકોએ સમીક્ષા કરી છે કે પહેલા તો લોકોએ જાણે કે બેય કેન્દ્રોના વડાઓએ ધારાસભ્યથી માંડી કાર્યકર્તાઓ સુધી શુ-શુ કરવા કહ્યુ છે, તેમજ સાથે સાથે સમીક્ષકોએ અભ્યાસ વધાર્યો તેમા વધુએ જાણવા મળ્યુ કે બીજી તરફ સમગ્રપણે હાલ ગામડાઓ તેમજ નાના શહેરો સુધી કોરોનાનો કહેર પ્રસરી ગયો છે ત્યા રાજકીય આગેવાનો તેમજ રાજકારણમા આવ્યા બાદ હર્યા ભર્યા થયેલાઓ હાલના કપરા સમયમા લોકો માટે શુ કરે છે?? તો જામનગર દ્વારકા મોરબી પોરબંદર રાજકોટ એમ હાલાર પેરીફેરીના જિલ્લાઓમાય રાજ્યના અનેક જિલ્લાઓની જેમ રાજકીય વ્યક્તિઓ અલગ અલગ તમામ કે શાસક પક્ષના તમામ જનસેવામા લાગ્યા ન હોય સેવા હી સંગઠન ક્યા ગયુ?? તેમ પુછાય છે.

ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. કોરોના દર્દીઓનો ‘સરકારી’ આંકડો જ રોજ દસ-બાર-તેર-ચૌદ હજાર પાર થઈ જાય છે. બેડ, વેન્ટિલેટર, તથા ઓક્સિજનની અછતની સીટી તેમજ  જામનગર દ્વારકા સહિત તમામ જિલ્લામાંથી ફરિયાદ આવી રહી છે, ત્યારે સરકારને પૂરક બનવા ભાજપ સંગઠને કમર કસી છે તેમ જાહેર થયુ હતુ હવે  તેની વાસ્તવિક સાઇડ જોવી પડશે

-ભાઉનો એજન્ડા....નેતાઓ ધારાસભ્યો 100-100બેડના કેર સેન્ટર કરે......!

ભાજપપ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સુરત મોડેલને સમગ્ર રાજ્યમાં લાગુ કરવા કહી દીધુ છે, જેમાં ‘મારુ પેજ કોરોના મુક્ત’ મુહિમની શરૂઆત કરવા સૂચના આપવામાં આવી છે. જેમ ચૂંટણી જીતવા માટે ભાજપ દ્વારા પેજ કમિટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એ જ રીતે હવે કોરોનામાંથી ગુજરાતને બચાવવા માટે પેજ કમિટીને એકટિવ કરવા ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે બેઠકમાં પ્રદેશ પદાધિકારી, કારોબારી, જિલ્લા મહાનગર પ્રમુખ, ધારાસભ્યો, સાંસદસભ્યો સ્થાનિક સ્વરાજ્યમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત હતા તે નોંધ લેવા જેવુ છે, બેઠકમાં કેટલાક મહત્વમાં સૂચન પણ કરવામાં આવ્યા છે. જેમાં મોટા નેતાઓ ધારાસભ્યોએ 100 બેડના કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવા સૂચના આપવામાં આવી છે. તેમજ તમામ જિલ્લા કક્ષાએ હેલ્પ ડેસ્ક શરૂ કરવા સૂચના છે,

વળી વધુમા સુફીયાણા સુત્રો સાથે જે વાતોના વડા થયા તેમાં ‘મારું પેજ કોરોના મુક્ત’ કેમ્પઈન શરૂ કરવુ ભાજપ જિલ્લા મહાનગરકક્ષાએ હેલ્પ ડેસ્ક શરૂ કરાશે, પ્રદેશ કક્ષાએથી  હેલ્પલાઈન શરૂ કરશે ગુજરાતભરમાં પેજ બુથ લેવલે કામગીરી કરવા સૂચનાચૂંટાયેલી પાંખની જવાબદારી છે કે પોતાના વિસ્તારના પેજ સમિતિના સભ્યો અને એમના પરિવારની કાળજી લેવી.એનજીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને કોવિડ કેર સેન્ટર વધુમાં વધુ શરૂ કરવા..જિલ્લાઓમાં સિવિલ હોસ્પિટલ કે PHC સેન્ટર પર હેલ્પ ડેસ્ક બનાવવામાં આવે.સરકારની કામગીરીમાં મદદરૂપ થવાય તે માટેના તમામ પ્રયત્નો કરવા આઈસોલેશન વોર્ડમાં નાની નાની બાબતો પર ભાજપના કાર્યકર્તાઓ ધ્યાન રાખે, સામાજિક સ્તરે લોકોને જોડી વ્યવસ્થા ઉભી કરે.ઘરે એકલા કવોરન્ટાઈન લોકો માટે ભોજન વ્યવસ્થા કરવી કોરોનાકાળમાં ભાજપના ધારાસભ્ય, નેતાઓ કાઉન્સિલરો અને ભાજપના નેતા કાર્યકર્તા પ્લાનિંગ સાથે કામ કરે...નો સમાવેશ કરીને ગાણુ પણ ગવાયુ કે....

મહત્વનું છે કે ગુજરાત સંગઠન કેડર બેઝ સંગઠન છે, દેશભરમાં ભાજપ ચૂંટણી રણનીતિ અને કાર્યકર્તાઓના સહારે જીતે છે. ત્યારે ગુજરાતમાં જ્યારે મહામારી ચાલી રહી છે, ત્યારે આ જ સંગઠનનો લોકોને તકલીફમાંથી બહાર લાવવા માટે ભાજપ પ્રમુખ સી આર પાટીલ દ્વારા સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના કારણે જ્યાં એક તરફ લોકોને રાહત મળશે તો બીજી તરફ સરકારને પણ કોરોના સામેની લડાઈના પૂરક બળ મળશે.

-હવે વાસ્તવિકતા ઉપર કરીએ નજર

કેબીનેટની મીટીંગમાં ચર્ચા થયા છતાં ભાજપના એક પણ ધારાસભ્યે સુચના મુજબ( સમ ખાવા બે ચાર બાદ કરતા) કોવીડ કેર સેન્ટર ન બનાવ્યા કોનાનાના કહેર વચ્ચે લોકો મરી રહ્યા છે. ત્યારે લોકોને મદદરૂપ દરેક પ્રધાન અને ધારાસભ્યને પોતપોતાના વિસ્તારમાં 100 - 100 બેડના કોવિડ કેર સેન્ટર તૈયાર કરવા માટે કમલમના મોભી ધ્વારા કરવામાં આવેલી હાકલને ભાજપના કોઈ ધારાસભ્યએ કે પછી મીનીસ્ટરે પ્રતિભાવ આપ્યો નથી (હા થોડાક થયા હશે) લોકોની સેવામાં ખડેપગે રહીને તેમને માટે કોવીડ કેર સેન્ટર ઉભા કરવાની વાત તો બાજુએ રહી, પરંતુ એક પણ ધારાસભ્ય ઘરની બહાર નીકળવા તૈયાર જ નથી. પ્રજાના હાલ પૂછવા ધારાસભ્ય ફરકતા નથી તેમ ઓખાથી માંડી અમદાવાદને કચ્છથી માંડી દક્ષીણ ગુજરાતનો રાજકીય અરીસો કહે છે.

અમુક અભિપ્રાય જે ચેક કરવા પડે તે એવા પણ છે કે ભાજપના મોટાભાગના ધારાસભ્ય અને મિનિસ્ટરોએ લોકોની મદદ જવાને બદલે પોતાની સલામતીની જ વધારે ચિંતા કરી છે.માત્ર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જાહેરમાં દેખાયા છે. તેમના સિવાયના પ્રધાનો અને ધારાસભ્યો લોકસેવક હોવાના દાવા તો કરતાં રહે છે, પરંતુ તેમની વચ્ચે જઈને તેમની સેવા કરવાની તક ઝડપી લેવા કોઈ જ તૈયાર નથી ઉપરથી જો ઘરનો સગાનો નિકટનાના પ્રસંગ હોય તો જલસા કરવાના જુથ ટોળા ગૃપ પાર્ટિઓમા આ જ નેતાઓ જે કોર્નર કરી ગયા છે તેમાના ઘણા દેખાય છે....!! એ કેવુ?? હા કોઈએ નેતાઓને આદેશ માનીને કાઈ કર્યું હોય તો તે અપવાદ કહેવાય અને તે બિરદાવવાપાત્ર પણ છે.