બેકારી, પ્રેમલગ્ન બાદ ઘર ચલાવવું મુશ્કેલ બનતા યુવક ચઢ્યો ચોરીને રવાડે

છેલ્લા કેટલાક મહિનાઓમાં જ...

બેકારી, પ્રેમલગ્ન બાદ ઘર ચલાવવું મુશ્કેલ બનતા યુવક ચઢ્યો ચોરીને રવાડે

Mysamachar.in-વડોદરા

મજબુરી માણસને ગમે તે કરાવે આવો જ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે, જ્યાં બેકાર યુવાને લવ મેરેજ કર્યા બાદ જીવન નિર્વાહ ચલાવવા બાઈક ચોરીને રવાડે ચઢ્યો હોવાનું સામે આવ્યું છે, યુવકે છેલ્લા 2 મહિનામાં 3 પોલીસ મથકની હદમાંથી 7 વાહનોની ચોરી કરી હોય ગોરવા પોલીસે બાઇક ચોરને ઝડપી લઈ ચોરીની 7 બાઇક જપ્ત કરી હતી. શહેરના ગોરવા ગુજરાત હાઉસિંગ બોર્ડની કૈલાસધામ સોસાયટીમાં રહેતા અજિત ઉર્ફે અજય થોડાસમય અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. જોકે તે બેકાર હતો અને કોઈ કામ-ધંધો કરતો નહતો. લગ્ન કર્યા બાદ ઘર ચલાવવા માટે તે વાહનચોરીના રવાડે ચઢ્યો હતો. જે બાદ પોલીસે આ મામલે તપાસ કરતા અજિત ઉર્ફે અજય આ ચોરીઓમાં સામેલ હોવાનું સપાટી પર આવતાં પોલીસે તેને ઝડપી લીધો હતો. અજિતે ચોરી કરેલી આ બાઇક વેચી હોવાનું જણાવતાં પોલીસે ચોરીની રૂ. 3.25 લાખની કિંમતની 7 બાઇકને જપ્ત કરી હતી.