કાલાવડના નીકાવામાં પતિ બાદ હવે પત્ની આગળ ધપાવશે ગામના વિકાસકાર્યો
તાલુકા પંચાયત સદસ્યના પત્ની હાર્યા અને કામ બોલ્યું

Mysamachar.in-જામનગર
ગ્રામ પંચાયતોનું ચુંટણીનું પરિણામ ક્યાંક ભારે રસપ્રદ બની રહ્યાના કિસ્સાઓ સામે આવ્યા...ગઈકાલે પરિણામો આવ્યા તેમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નીકાવા ગામે પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, આ વખતે નિકાવા ગ્રામપંચાયતમાં મહિલા સરપંચ રોટેશન મુજબ આવતું હોય ગત ટર્મમાં નીકાવાના પૂર્વ સરપંચ અને તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને હાલ તાલુકા ભાજપના ઉપપ્રમુખ એવા રાજુભાઈ મારવિયાના પત્ની મીનાબેન રાજુભાઈ મારવિયાએ સરપંચમાં તેમની પેનલ સાથે ઉમેદવારી કરી હતી,
જ્યારે સામાં પક્ષે કોંગ્રેસ પક્ષના હાલના તાલુકા પંચાયતના સદસ્ય રાઘવભાઈ તાળાના પત્ની જયાબેન રાઘવભાઈ તાળાએ પેનલ સાથે ઉમેદવારી કરી હતી નિકાવા ગામ આજુબાજુના વીસથી પચીસ ગામ સાથે સંકળાયેલું ગામ હોય અને વસ્ત્તીની ગણતરી મુજબ આઠ થી દશ હજારની વસ્તી ધરાવતું ગામ હોય તેમજ ગામમાં તમામ સમાજના લોકો રહેતા હોય જેથી ગામ માટે સરપંચની ચૂંટણી અગત્ય માનવામાં આવી રહી હતી
જેમાં ગઈકાલે યોજાયેલ મતગણતરીમાં મીનાબેન રાજુભાઈ મારવિયા તેઓના 6 સભ્યો સાથે 624 મતની જંગી લીડથી વિજેતા ઉમેદવાર જાહેર થયા હતા, જ્યારે સામા પક્ષે કોંગ્રેસ પક્ષના તાલુકા પંચાયત સદસ્યના પત્ની જયાબેન રાઘવભાઈ તાળાનો આ ચુંટણીમાં પરાજય થયો હતો.આમ હવે સરપંચ પદે આરૂઢ થનાર મીનાબેન મારવીયા તેમના પતિએ કરેલ વિકાસના કામો ઉપરાંત અધૂરા કામોને વેગ આપવા તરફ આગળ વધશે.તેમ માનવામાં આવે છે, પૂર્વ સરપંચ રાજુભાઈ મારવીયાએ ગતટર્મમાં સભ્યો સહીત સૌને સાથે લઈને ચાલવાની કુનેહ અને કરેલ કામો લોકોને ઉડીને આંખે વળગ્યા અને માટે જ તેમના પત્નીને ગ્રામ પંચાયતના સરપંચ બનાવાનો મોકો ગ્રામજનનોએ આપ્યો છે.અને હવે તેવો ગામનો જરૂરી વિકાસ કરે અને ગ્રામજનોની આશા પર ખરા ઉતરે તે જરૂરી છે.