સિક્કા બાદ રાવલ નગરપાલિકા પણ કોંગ્રેસના હાથમાંથી ગઈ

કોંગ્રેસ ની નેતાગીરી ઉપર ઉઠ્યા સવાલો

સિક્કા બાદ રાવલ નગરપાલિકા પણ કોંગ્રેસના હાથમાંથી ગઈ

mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

કોંગ્રેસમાં આંતરિક જુથવાદ અને એકસંપ ન હોવાનો ભાજપ ફાયદો ઉપાડીને સિક્કા નગરપાલિકામાં કોંગ્રેસની સતા હોવા છતાં કોંગ્રેસનાં ચૂંટાયેલા સભ્યોને ખેરવીને સિક્કા પાલિકા ઉપર કબ્જો જમાવ્યા બાદ દેવભૂમિ દ્વારકા જીલ્લાની જામરાવલ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હોય આજે અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસનાં સભ્યો બળવો કરીને ભાજપમાં જોડાતા રાવલ નગરપાલિકામાં પણ ભાજપનું શાસન પ્રસ્થાપિત થયું છે ત્યારે પ્રમુખ તરીકે ટમુબેન બારિયા અને ઉપપ્રમુખ તરીકે જેસાભાઈ પરમાર ચૂંટાઈ આવ્યા છે,

રાવલ નગરપાલિકા કુલ ૨૪ સભ્યો ધરાવતી હોય અને કોંગ્રેસ પાસે ૧૩ સભ્યો હોવાથી બહુમતી સાથે શાસન પર આવી હતી અને ભાજપના ૧૧ સભ્યો ચૂંટાયેલા હતા,દરમ્યાન કોંગ્રેસ પોતાના સભ્યોને સાચવી ન શકતા અને સ્થાનિક નેતાગીરી નબળી પુરવાર થતાં કોંગ્રેસનાં મોહનભાઇ રાયશી,જેસાભાઈ પરમાર,ટમુબેન બારિયા,મંગુંબેન જમોડ વગેરે કોંગ્રેસનાં સભ્યોએ ભાજપનો ખેસ પહેરી લેતા રાવલ નગરપાલિકામાં ભંગાણ સર્જાયું છે અને કોંગ્રેસનાં ૪ મળીને બહુમતિનો આંક ૧૫ થતાં રાવલ નગરપાલિકા ઉપર ભાજપે કબ્જો જમાવતા રાજકીય ભૂકંપ સર્જાયો છે,આમ કોંગ્રેસનાં સભ્યોને પ્રજાએ બહુમતી સાથે શાસન કરવાની તક આપવા છતાં કોંગ્રેસની વામણી નેતાગીરી,ગેરશિસ્ત,જૂથવાદના કારણે પોતાના ચુંટાયેલા સભ્યોને સાચવી ન શકતા તેનો સીધો ફાયદો ભાજપએ ઉઠાવી લઈને હાલારની સિક્કા અને જામરાવલ નગરપાલિકા ઉપર કબ્જો જમાવતાઆગામી દિવસોમાં ઘેરા પ્રત્યાઘાતો ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી સુધી પડતાં રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે.