જામનગર બાદ રાજકોટમાંથી ઝડપાયું જાલી નોટનું નેટવર્ક

અમદાવાદ સુધી ફેલાયેલા છે તાર

જામનગર બાદ રાજકોટમાંથી ઝડપાયું જાલી નોટનું નેટવર્ક

mysamachar.in-રાજકોટ:

દેશના અર્થતંત્રને ખોખલું કરવા દેશના જ અમુક ગદ્દાર યેન-કેન પ્રકારે વિવિધ દરોની ચલણી નોટને જાલી નોટ બનાવી અને તેને બજારમાં ફરતી કરીને દેશના અર્થતંત્રને મોટું નુકશાન કરી રહ્યા છે હજૂતો થોડા દિવસો પૂર્વેજ જામનગરના પટેલ કોલીની વિસ્તારમાં રહેતો અને રાજ પેલેસ હોટલમાં  હોટલ મેનેજમેંટનું કામ કરતો જાહિદ ઉમર શેખ નામના શખ્શને જામનગરની સ્થાનીક ગુન્હા શોધક શાખાએ ૨૦૦૦ અને ૫૦૦ના દરની કુલ ૩૭ નોટો કિંમત ૬૬૦૦૦ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો અને આ શખ્શ ઘરે જ કલર પ્રિંટિંગ મશીનમાં આ જાલી નોટો છાપતો હોવાનું બહાર આવ્યું હતું ત્યારે રાજકોટ એલ.સી.બી.એ ૭૪૦૦૦ની જાલી નોટ સાથે ૫ શખ્શોને ઝડપી લીધા છે અને આ જાલી નોટનું પગેરું અમદાવાદ સુધી નીકળતા તપાસ તેજ કરવામાં આવી છે. 

રાજકોટ જીલ્લાના નાના એવા છાંટવાવદર,નવાગઢ,મોટી મારડ ગામોમાં સામાન્ય મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા યુવકો દ્વારા પૈસા કમાવવા માટે શોર્ટકટ રસ્તો અપનાવીને દેશના અર્થતંત્રને નુકશાન કરતાં જાલી નોટના કારોબારમાં જંપલાવવાની ગંભીર ભૂલ કરતાં રાજકોટ એલ.સી.બી.એ ૭૪૦૦૦ની જાલી નોટ સાથે જડપી લીધા છે,રાજકોટ જીલ્લાના છાટવાવદર ગામેથી પાનબીડીનો વેપાર કરતાં જતીન વાઘેલા, આજ ગામના મજૂરીકામ કરતાં સાગર ઉર્ફે નુંરી નાગજી પરમાર,કોટડા સાંગાણીના વિમલ સોલંકી નવાગઢના મજૂરીકામ કરતાં સંજય ચૌહાણ અને મોટી મારડ ગામના પ્રાઈવેટ નોકરી કરતાં ચિંતન રાવલ નામના ૫ શખ્શો પાસેથી ૨૦૦૦ના દરની ૩૬ નોટો કિંમત ૭૨૦૦૦ અને ૫૦૦ના દરની ૪ નોટો ૨૦૦૦ની મળીને કુલ ૭૪૦૦૦ની જાલી નોટ કબ્જે કરીને એલ.સી.બી.એ ધરપકડ કરી છે,

રાજકોટ જીલ્લાના મધ્યમવર્ગીય પરીવારોમાંથી આવતા આ શખ્શોની આકરી ઢબે પૂછપરછ કરવામાં આવતા ૧ લાખની જાલી નોટ અમદાવાદથી હિમાંશુ નામના શખ્શ પાસેથી લાવ્યા ની કબૂલાત કરેલ છે હવે પોલીસે તપાસ એ આરંભી છે કે ઝડપાયેલા શખ્શો રાજકોટમાં કેટલી વખત જાલી નોટ લઈ આવેલ છે આ નોટો ક્યાં ફરતી કરેલ છે અન્ય કેટલા શખ્શો આ જાલી નોટ રેકેટમાં સંડોવાયેલા છે તેની તપાસ હાથ ધરીને આ જાલી નોટનું પગેરું અમદાવાદ સુધી નીકળતા મુખ્ય સૂત્રધાર હિમાંશુને ઝડપી લેવા માટે રાજકોટ ગ્રામ્યના એસ.પી. બલરાજ મીણાએ ટીમ બનાવીને એસ.ઑ.જી.ને તપાસ સોપવામાં આવી છે,

રાજકોટના છાટવાવદર ગામેથી ઝડપાયેલા જાલી નોટના નેટવર્કને બહાર પાડવાની કામગીરી રાજકોટ રૂરલ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ. જે.એમ.ચાવડા પી.એસ.આઈ. એચ.એ.જાડેજા સ્ટાફના મહિપાલસિંહ,અનીલ ગુજરાતી,રમેશ બોદર,વગેરેએ બજાવી હતી.     

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો