ટ્રકમાં સેનેટાઈઝર, સરસો તેલ અને ફ્લોર કિલીનર મળ્યા બાદ પોલીસે તપાસ કરી તો નીકળ્યું....

3 શખ્સોની કરવામાં આવી ધરપકડ

ટ્રકમાં સેનેટાઈઝર, સરસો તેલ અને ફ્લોર કિલીનર મળ્યા બાદ પોલીસે તપાસ કરી તો નીકળ્યું....

Mysamachar.in-અમદાવાદ

દારૂબંધીવાળા આપણા આ ડ્રાય સ્ટેટમાં વર્ષે કરોડોની કિમતનો દારુ ઝડપાઈ છે, અને આ સિલસિલો સતત છે, એવામાં અમદાવાદ પોલીસે વધુ એક વખત દારૂનો મોટો જથ્થો જે એવી રીતે છુપાવીને લાવવામાં આવતો હતો કે કોઈને ખબર ના પડે તેને પણ ઝડપી પાડ્યો છે. અમદાવાદ ગ્રામ્ય સ્થાનિક ગુન્હા શોધક શાખાએ અસલાલી પાસેથી ટ્રકમાં લઈ જવાતો દારૂનો જથ્થો પકડીને કાર્યવાહી કરી છે. પોલીસને બાતમી હતી કે અસલાલી પાસે પંજાબ પાસીગની ટ્રકમાં દારુ આવી રહ્યો છે તે માહિતીને આધારે વોચ ગોઠવવામાં આવી હતી.

વોચ દરમિયાન આવી રહેલ ટ્રકને રોકી તપાસ શરૂ કરી હતી. પોલીસે તપાસ શરૂ કરી તો પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે ટ્રકમાં પેહલા સેનેટાઈઝર, સરસો તેલ અને ફ્લોર કિલીનર મળી આવ્યું હતું. પરંતુ વિશેષ તપાસ કરતા અંદરથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. અને કુલ 27 લાખ દારુ સહીત 67 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો છે. પોલીસે દારૂ સાથે પરમજીત સિંઘ શીખ, બલજીત સિંઘ શીખ અને જગતાર સિંઘ શીખ આમ કુલ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.