શૈક્ષણિક સંકુલ પાસે તમાકુ,ગુટખા અને સિગારેટ વેચાણ કરનાર પર તવાઈ

મીઠાપુર પોલીસની કાર્યવાહી

શૈક્ષણિક સંકુલ પાસે તમાકુ,ગુટખા અને સિગારેટ વેચાણ કરનાર પર તવાઈ

Mysamachar.in-દ્વારકા:

ગુજરાતમાં દારૂ અને તમાકુ પ્રતિબંધિત છે.છતાં પણ તેની અમલવારી કેટલી છે તે સૌ કોઈ જાણે છે,એવામાં શૈક્ષણિક સંકુલોની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજ્યામા ગુટખા અને સિગારેટ સહિતની વસ્તુઓ વેચાણ કરવા પર પ્રતિબંધ છે,છતાં પણ છાનેખૂણે તમાકુ વેચાણ થતું હોવાનું અનેકવાર સામે આવ્યું છે,ત્યારે મીઠાપુર પોલીસે આ બાબતે સખ્ત બનીને શૈક્ષણિક સંકુલો આસપાસ તમાકુનું વેચાણ કરતાં ત્રણ ઇસમો સામે કાયદાકીય પગલા લેતા મીઠાપુર પોલીસની કામગીરીની પ્રશંશા થઇ રહી છે,

મીઠાપુરના સુરજકરાડી વિસ્તારમાં સત્યમ સિનેમા નજીક ત્રણ ઇસમો પોતા-પોતાની પાનના ગલ્લામાં પાન ગુટકા વેચાણ કરી રહ્યાની માહિતી પરથી મીઠાપુર પોલીસે ધી સિગારેટ એન્ડ ટોબેકો પ્રોડેક્ટસ ૨૦૦૩ ની કલમ ૬(ખ)૨૪ મુજબ શાંતિલાલ ભોગાયતા,ઓસમાન ઘડા,કિશોર ઘડા સામે કાર્યવાહી કરી અને તમાકુ સિગારેટ સહિતનો મુદામાલ કબજે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.