લુંટ અને બળાત્કારનો આજીવન કેદની સજાનો આરોપી પેરોલ મળ્યા બાદ ઓળખ બદલી 3 વર્ષથી નાસતો ફરતો હતો..

જામનગર પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પડ્યો 

લુંટ અને બળાત્કારનો આજીવન કેદની સજાનો આરોપી પેરોલ મળ્યા બાદ ઓળખ બદલી 3 વર્ષથી નાસતો ફરતો હતો..

Mysamachar.in-જામનગર:

જામનગર પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેરોલ ફર્લો/વચગાળાના જામીન ઉપરથી નાસતા ફરતા રહેલ ગુનેગારોને શોધી કાઢવા અંગેની ડ્રાઇવ અનુસંધાને જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા. અમદાવાદ ગ્રામ્ય પોલીસ મથકનો લુંટ અને બળાત્કારનો આરોપી અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ, ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ પાકા કામના કેદી નં.-7/15785 રમેશભાઇ ભાભાઇ વાઘેલા વેડવા કે જે ગત તા. 17/8/2018 થી પેરોલ જમ્પ થઇ પોલીસને થાપ આપી ગુજરાત રાજ્યમાં અલગ અલગ સ્થળોએ નાસતો ફરતો રહેલ, જે આરોપીને સ્ટાફના હેડ કોન્સ્ટેબલ કાસમભાઇ બ્લોચ તથા હેડ કોન્સ્ટેબલ લખધીરસિંહ જાડેજાના ઓએ સંયુકત રીતે મળેલ બાતમી હકિકત આધારે રાજકોટ શહેર ખાતેથી ઝડપી પાડી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પરત સોંપવા અંગેની તજવીજ કરવામાં આવેલ છે.