17 લાખના કીમતી 51 મોબાઈલની તસ્કરી કરનાર ઝડપાઈ ગયા 

આ રીતે કરતા હતા ચોરી 

17 લાખના કીમતી 51 મોબાઈલની તસ્કરી કરનાર ઝડપાઈ ગયા 

Mysamachar.in: અમદાવાદ
અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં મોબાઈલની દુકાનમાં બે વખત ઘૂસીને 17 લાખની કિંમતના મોબાઈલ ફોનની ચોરી કરનાર આરોપીને શહેર ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો છે. મોબાઈલની દુકાનમાં CCTVમાં આરોપી ચોરી કરતાં કેદ થતાં પોલીસે CCTVના આધારે તપાસના ચક્રો ગતિમાન કરી આરોપીઓ સુધી પહોચવામાં સફળ થઇ છે, આરોપી મહેન્દ્ર ગૌતમ અને તેનો મિત્ર રાજેશ રાઠોડ બંને સાથે મળીને રાત્રિના સમયે દુકાનની છત ઉપર જઈ શટરની જારી કટર વડે કાપી દુકાનમાં પ્રવેશતા હતા.દુકાનના શોકેસમાં ગોઠવેલા નવા પેટીપેક મોબાઈલ અને જૂના મોબાઇલની ચોરી કરી સાથે રાખેલી સ્કૂલ બેગ અને થેલામાં મુકીને ફરાર થઈ જતાં હતાં.

જો કે તેમની આ ચોરી કરવાની ટ્રીક CCTVમાં કેદ થઈ ગઈ હતી.સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાંચે આરોપીઓની તપાસ શરૂ કરતા આરોપી ક્રાઇમ બ્રાંચના સંકજામાં આવી ગયો છે.ક્રાઇમ બ્રાંચની ટીમે એક જ દુકાનની બે ચોરીના ભેદ ઉકેલી વોન્ટેડ આરોપી રાજેશ રાઠોડને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી રાજેશની ધરપકડ બાદ વધુ ખુલાસા સામે આવી શકે છે. પકડાયેલા આરોપીનું નામ મહેન્દ્ર ગૌતમ છે. મૂળ વતન ઉત્તર પ્રદેશ રહેવાસી આરોપી મહેન્દ્ર ઓઢવ GIDC વિસ્તારમાં રહે છે.મહેન્દ્રએ ઓઢવ વિસ્તારની એક જ દુકાનમાં બે વખત મોબાઈલ ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયો હતો. મહેન્દ્ર 17 લાખથી વધુ કિંમતના 51 જેટલા મોબાઈલની ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયો હતો.