Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં ગત રવિવારે બે જૂથો વચ્ચે થયેલ અથડામણ બાદ સામસામે બે પક્ષોએ હત્યાની કોશીસની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયા બાદ પોલીસ દ્વારા બન્ને પક્ષે આરોપીઓને અટકાયત કરવાની કાર્યવાહી પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.જલુના માર્ગદર્શનમાં સ્ટાફ દ્વારા શરુ કરવામાં આવી હતી અને કેટલાક આરોપીઓની અટકાયત કરી પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા, તે દરમિયાન આજે સવારના સુમારે પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ આરોપી તોસીફ ખફી પોલીસને ચકમો આપી ફરાર થતા પોલીસે તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. સવારે લોકઅપમાંથી બહાર કાઢી બાથરૂમમાં લઇ જતી વેળાએ પોલીસને ચકમો આપી આ આરોપી નાશી છૂટ્યો હોવાની માહિતી સામે આવી રહી છે.