Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના માવાપર ગામે આંઠેક વર્ષ પહેલા વાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધને મોડી રાત્રીના આદિવાસી ગેંગના આશરે બારેક જેટલા લુટારુએ સાથે મળી ધોકા વડે માર મારી મૃત્યુ નિપજાવી રહેણાક મકાનમાં ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મોબાઈલ વગેરે મળી આશરે 61000 ની ચોરી કરી નાશી ગયેલ જે મર્ડરનો ગુનો ડિરેકટ થયેલ પરંતુ આરોપી પોલીસ પકડથી દુર હતો તે જે પૈકીના આઠ વર્ષથી નાસતા-ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યો છે.
પેરોલ ફર્લો સ્કોડ પી.એસ.આઈ એ એસ ગરચર તથા સ્ટાફના હંસરાજ પટેલ, મેહુલ ગઢવી, ચંદ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા જામનગર જીલ્લાના પેરોલ ફર્લો ફરારી/ નાસતા ફરતા ફરારી ગુન્હેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી આધારે હકીકત મળેલ ગુનામાં નાસતા ફરતો આરોપી ગુરસિંગ સુમલાભાઈ કટારા ઉર્ફે ગોરીસિંગ કટારા જાતે આદિવાસી રહે રૂહાટ ફળિયું કંજેટા પાનમ તા. ધાનપુર જી. દાહોદ વાળો હાલો ઉપલેટા તાલુકાના અરણી ગામે જીતુભાઈ ભાયાવદર વાળાની વાડીમાં ખેત મજૂરી કરતાં હોય અને ત્યાં હાજર હોય જેથી ઉપરોકત ટિમ સાથે તપાસમાં જઇ સદરહુ આરોપીને સચોટ હકીકત આધારે પકડી ઝડપી પાડી ધ્રોલ પોલીસને હવાલે કર્યો છે.