કોર્ટ મુદ્દતે લાવવામાં આવેલ આરોપીએ પોલીસ સાથે કરી ઝપાઝપી 

નોંધાઈ ફરિયાદ, અને આ હતું કારણ 

કોર્ટ મુદ્દતે લાવવામાં આવેલ આરોપીએ પોલીસ સાથે કરી ઝપાઝપી 

Mysamachar.in-જામનગર:

જીલ્લા જેલમાં રહેલા આરોપી કમલેશ લક્ષ્મણ જામને કોર્ટ મુદ્દત હોય પોલીસ સ્ટાફ દ્વારા જામનગર કોર્ટમાં લાવવામાં આવેલ હતો, દરમિયાન આરોપી કમલેશ તમાકુ ખાતો હોય જે જાપ્તામાં રહેલા એ.એસ.આઈ અજય ચાવડા અને સ્ટાફે ખાવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને જાપ્તાના સ્ટાફને ગાળાગાળી કરી અને એ.એસ.આઈ ની વીંટી તોડી નાખી હતી, તો બબાલ દરમિયાન લોકરક્ષક મયુરસિંહ વચ્ચે પડતા તેની સાથે પણ ઝપાઝપી કરી અને તેને પણ સમાન્ય ઈજાઓ પહોચાડનાર હાલ જેલમાં રહેલા આરોપી કમલેશ સામે ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાયો છે.