લીંબડી રાજકોટ હાઈવે પર અકસ્માત, જામનગરના 2 યુવકોના મોત

પરિવારમાં શોકમાં ગરકાવ

લીંબડી રાજકોટ હાઈવે પર અકસ્માત, જામનગરના 2 યુવકોના મોત

Mysamachar.in-સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર નજીક લીંબડી-રાજકોટ હાઇવે પર આયા ગામના પાટિયા આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં જામનગરના રહીશ બે યુવકોના મોત થયા છે. જાણવા મળતી વિગતો મુજબ આ ગોઝારા અકસ્માતમાં કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડીવાઈડર સાથે અથડાતા બે વ્યકિતના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. અકસ્માત ઝોનમાં આવતા લીંબડી રાજકોટ હાઇવે પર આયા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો અમદાવાદથી જામનગર જતાં પરિવારને લીંબડી હાઇવે પર અકસ્માત નડ્યોં હતો. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા અકસ્માતના સ્થળે એકઠા થઇ ગયા હતા. વિદેશથી આવેલા અને અમદાવાદથી જામનગર જતાં પરિવારનો લીંબડી-રાજકોટ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો.જેમાં જામનગરના વિનય પંચોલી અને કેતન ઓઝા નામના બે યુવકોના મોત નીપજ્યા છે.