ખંભાળિયા જામનગર હાઇવે પર અકસ્માત, 2 ના મોત 

ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત 

ખંભાળિયા જામનગર હાઇવે પર અકસ્માત, 2 ના મોત 

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક ખંભાળિયાથી જામનગર તરફ આવતા હાઈવે પર આરાધના ધામ નજીક આજે બપોરે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, ટ્રક અને બાઈક વચ્ચે થયેલ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે મોત નીપજયાની માહિતી મળી રહી છે. અને બન્ને મૃતકો જામનગર જિલ્લાના રહીશ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, બનાવ અંગેની જાણ થતા 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો પણ ઘટનાસ્થળ પર દોડી ગયો છે.