Mysamachar.in-જામનગર:
જામનગર રાજકોટ હાઈવે પર જાંબુડા ગામ નજીક ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે, જે રીતે પ્રાથમિક વિગતો સામે આવી રહી છે તે પ્રમાણે બોલેરોનું ટાયર ફાટતા ત્રણ વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત હતો, બોલેરોમાં ટાયર ફાટતા ટ્રક અને ટેમ્પોટ્રાવેલર સાથે અકસ્માત સર્જાયો જેમાં કુલ 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે, ઈજાગ્રસ્ત 9 માં 2ની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે, તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બુલન્સ મારફતે જી.જી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
જાણવા એવું મળે છે ઘાયલોમાંથી અમુક અમદાવાદથી દ્વારકા ધજા ચડાવવા ત્રણ સોસાયટીના મહિલાઓ તથા પુરુષો ટેમ્પો ટ્રાવેલરમાં આવી રહ્યા હતા, જેમાં મહિલાઓને ઇજાઓ થતાં જામનગર જી.જી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જયારે મોરબીના સ્થાનિક જે સેવા કેમ્પ સેવા કરતા હતા તેમાંથી પણ એકાદ ઈજાગ્રસ્ત બન્યા છે, હાલ તમામની જી.જી હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે અને પંચકોશી એ ડીવીઝન પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.