દ્વારકા પોરબંદર હાઈવે પર અકસ્માત,દંપતીનું મોત 

એકની હાલત ગંભીર

દ્વારકા પોરબંદર હાઈવે પર અકસ્માત,દંપતીનું મોત 

mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દ્વારકા પોરબંદર હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટનામા એક દંપતી નું મોત નીપજ્યું છે,દ્વારકા પોરબંદર હાઈવે પર હર્ષદ નજીક આજે બપોર એક બરોડા પાસિંગની અલ્ટો કાર અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા અલ્ટો કારનો કડૂસલો બોલી ગયો હતો,અને કારમાં સવાર દંપતીનું મોત નીપજ્યું છે,જયારે એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોય તેને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે,