કાર-ટ્રક ભટકાતાં 3 મહિલાના મોતથી અરેરાટી

અહી બની છે ઘટના

કાર-ટ્રક ભટકાતાં 3 મહિલાના મોતથી અરેરાટી

Mysamachar.in: ભુજ 

રોજબરોજ અકસ્માતની વધતી ઘટનાઓ વચ્ચે વધુ એક અકસ્માતની ઘટના ભુજ તાલુકાના માનકુવા-સુખપર વચ્ચે રાત્રે સામે આવી છે જેમાં સ્કોર્પિયો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજતાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, સ્કોર્પિયો ગાડીનો બૂકડો બોલી ગયો હતો અને ટ્રક પણ ધોરી માર્ગ પરથી બાજુમાં ડિવાઇડર તરફ ઉતરી ગઇ હતી. બનાવની જાણ થતાં માનકુવા પોલીસ તેમજ ગામના આગેવાનો અને સ્વામિનારાયણ મંદિરના અનુયાયીઓ ઘટનાસ્થળ પર દોડી ગયા હતા. અકસ્માતમાં પ્રેમીલાબેન નારણભાઇ વરસાણી તેમજ સત્સંગી મહિલાઓ સવિતાબેન કીર્તિભાઈ હિરાણી અને શિલુબેન ચંદેશભાઈ વરસાણીને ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળ પર મોત નીપજ્યાં હતા