Mysamachar.in-જામનગર:
જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે આજે વહેલી સવારે એક અકસ્માતની ઘટનામાં બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાનું સામે આવ્યું છે, ખીજડીયા બાયપાસ બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. બન્ને ટ્રક સામ-સામે અથડાઈ જતા આ અકસ્માત સર્જાયાનું સામે આવે છે, ઘટનામાં બે યુવકોના ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા હતા, જાણવા મળતી વિગતો મુજબ મૃતકો નાઘેડી ગામના રહીશ હોવાનું સામે આવ્યું છે.પોલીસે બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.