પાટનગરમાં જ એક બાદ એક લાંચિયાઓ સકંજામાં, મામલતદાર અને ઓપરેટર એસીબીને હાથ ઝલાઈ ગયા

આ કામ માટે માંગી હતી લાંચ, નાયબ મામલતદાર ફરાર

પાટનગરમાં જ એક બાદ એક લાંચિયાઓ સકંજામાં, મામલતદાર અને ઓપરેટર એસીબીને હાથ ઝલાઈ ગયા

My samachar.in:- ગાંધીનગર

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ભ્રષ્ટાચારીઓ નો તૂટો ના હોય તેમ એક બાદ એક લાંચિયાઓ એસીબીના સકંજામાં આવી રહ્યા છે, એવામાં ગતરોજ પણ એસીબીની વધુ એક ટ્રેપ સફળ રહી અને મામલતદાર સહીત 2 ઝડપાઈ ચુક્યા જયારે અન્ય એક નાયબ મામલતદાર ફરાર હોય તેની શોધખોળ આદરવામાં આવી છે, મળતી વિગત મુજબ આ કેસમાં  ફરીયાદીના શેઠે મુલસણા ગામની બિનખેતી જમીનની તેઓના ટ્રસ્ટમાં વેચાણની 23 એન્ટ્રી કરાવવા સારૂ અરજી કરેલ જેમાં ડો. મયંક મહેન્દ્રભાઈ પટેલ, મામલતદાર, વર્ગ-૨, મામલતદાર કચેરી, કલોલ દ્વારા એન્ટ્રી દીઠ રૂ.12,000/- લેખે કુલ રૂ.2,76,000/- ની માંગણી કરવામાં આવેલ. જે રકઝકના અંતે રાઉન્ડ ફીગર રૂ.2,50,000/- નક્કી થયેલ, ઉપરાંત ઈ-ધરામાં રૂ.10,000/- ની રકમનો વધારો કરી કુલ રૂ.2,60,000/- ની માંગણી કરેલ.જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય..

ફરિયાદીએ એસીબી નો સંપર્ક કરતા લાંચના છટકાનું આયોજન કરતા ડો. મયંક મહેન્દ્રભાઈ પટેલ, મામલતદારએ ફરિયાદીને પ્રવિણભાઈ મૂળજીભાઈ પરમાર, નાયબ મામલતદાર, વર્ગ-3 મહેસૂલ શાખા, મામલતદાર કચેરી, કલોલ નાઓને લાંચના નાણાં આપવાનું કહેતા, જે બાદ ફરિયાદી નાયબ મામલતદારને મળેલ અને અને તેને રકમ નિખિલ કિશોરભાઈ પાટીલ, (ઓપરેટર આઉટસોર્સ) ઈ-ધરા શાખા, મામલતદાર કચેરી, કલોલ ને બોલાવી ફરિયાદી પાસેથી લાંચના નાણાં મામલતદાર અને નાયબ મામલતદારના કહેવાથી લાંચના નાણાં રૂ.2,60,000/- સ્વીકારી પકડાઈ જઈ ત્રણેય આરોપીઓ એકબીજાની મદદગારી કરી પોતાના રાજયસેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરેલ. રેઇડ દરમિયન મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટર ઝડપાઈ ચુક્યા હતા જયારે નાય્બ મામલતદાર મળી આવેલ ના હોય જેની શોધખોળ ચાલી રહી છે.