જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વિદ્યાર્થીના આપઘાત મામલે ABVP મેદાને

યુનિવર્સિટી કક્ષાના ચોક્કસ મુદ્દાઓ તરફ ધ્યાન ABVPએ દોર્યું..

જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વિદ્યાર્થીના આપઘાત મામલે ABVP મેદાને

Mysamachar.in-જામનગર

જામનગરમાં આવેલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં તબીબી ક્ષેત્રે BAMSમાં અભ્યાસ કરી રહેલા વિજય અજમલભાઈ ઠાકોર નામના વિદ્યાર્થીએ ગઈકાલે પાંચમાં માળેથી આપઘાત કરી લીધો હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેનાં ઘેરા પ્રત્યાઘાતો આજે બીજે દિવસે પણ જોવા મળી રહ્યા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રિન્સીપાલને આ અંગે લેખિતમાં રજૂઆત કરી જેમાં વિદ્યાર્થીઓ પર માનસિક દબાવ, કોલેજ કેમ્પર્સમાં પૂર્તિ સિક્યોરિટીનો અભાવ, સેફ્ટીના પૂરતા સાધનો ન હોવા, સ્ટુડન્ટ વેલ્ફર તથા વિદ્યાર્થી સંગઠન કાર્યરત નથી..જેથી વિદ્યાર્થીઓ આત્મવિલોપન સુધીનું પગલું ભરે છે. જેવાં યુનિવર્સિટી કક્ષાના ચોક્કસ મુદ્દાઓ તરફ યુનિવર્સિટીના નીંભર તંત્રનું ધ્યાન ABVPએ દોર્યું છે અને તેનું નિરાકરણ નહિં લાવવમાં આવે તો આગામી સમયમાં વિદ્યાર્થી હિત માટે વિદ્યાર્થી પાંખ ABVP આંદોલન કરશે  તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.