નર્સિંગની પરીક્ષામાં નપાસ થતા યુવતીએ ગળાફાંસો લગાવી આપઘાત કર્યો

તણાવમાં ભર્યું પગલું

નર્સિંગની પરીક્ષામાં નપાસ થતા યુવતીએ ગળાફાંસો લગાવી આપઘાત કર્યો
symbolic image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

ખંભાળિયામાં રહેતી અને નર્સિંગ અંગેનો અભ્યાસ કરતી મહેસાણાની યુવતીએ નાપાસ થવાના કારણે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્યમથક ખંભાળિયાના યોગેશ્વરનગરમાં આવેલા વ્રજભૂમિ એપાર્ટમેન્ટમાં 303 નંબરના ફ્લેટમાં રહેતી અને મૂળ મહેસાણામાં બાલાજી રેસીડેન્સી ખાતે રહેતી લીનાબેન વિજયભાઈ સોલંકી નામની 23 વર્ષીય અપરિણીત યુવતી અહીં તેણીના બહેન આરતીબેન સાથે રહી અને નર્સિંગ અંગેનો અભ્યાસ કરતી હતી. સી.એચ.ઓ તથા સ્ટાફ નર્સિંગની પરીક્ષામાં નાપાસ થતા વાતવાતમાં માઠુ લાગતા અને માનસિક તણાવમાં હોય તેના કારણે ગળાફાસો ખાઈ  લીધાની આ ઘટના અંગે ખંભાળિયા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ, અને મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે જામનગર જી.જી. હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. ખંભાળિયા પોલીસે હાલ આપઘાત અંગેની જરૂરી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.