જામનગરના એક નાના ગામડામાં બેઠેલા યુવકે મુંબઈના મેયરને ફોન પર ધમકી આપી...

મુંબઈ પોલીસની એક ટીમ જામનગર આવી

જામનગરના એક નાના ગામડામાં બેઠેલા યુવકે મુંબઈના મેયરને ફોન પર ધમકી આપી...
symbolic image

Mysamachar.in-જામનગર

જામનગરના પડાણા પોલીસમથકના વિસ્તારમાં આવતા સેતાલુસ ગામના 21 વર્ષીય યુવકે થોડાદિવસો પૂર્વે મુંબઈના મેયરને ફોન પર અયોગ્ય ભાષામાં વાત કરી અને ધાકધમકીઓ આપવા અંગે મુંબઈમાં ફરિયાદ નોંધાતા મુંબઈ પોલીસની એક ટુકડી જામનગર દોડી આવી હતી, આ અંગે મેઘપર પી.એસ.આઈ.કે.આર.સિસોદિયાએ જણાવ્યું કે જામનગરના સેતાલુસ ગામે વસવાટ કરતા 21 વર્ષીય યુવકને જામનગરથી મુંબઈ ખાતે મુંબઈ પોલીસ દ્વારા લઇ જવામાં આવ્યો છે, અને પ્રાથમિક તપાસ કરતા યુવક માનસિક અસ્થિર હોવાનું લાગી રહ્યું છે.અને આ રીતે તે અન્ય લોકોને પણ ફોન કરતો હોવાનું પણ સામે આવ્યું છે.