મેડીકલ પ્રેક્ટીસ કરતી મહિલાને સાસરિયાઓનો કડવો અનુભવ

સુરતમાં વસવાટ કરતા સાસરિયાઓ વિરુદ્ધ કરી ફરિયાદ

મેડીકલ પ્રેક્ટીસ કરતી મહિલાને સાસરિયાઓનો કડવો અનુભવ

Mysamachar.in-જામનગર

આજના સમયમાં પણ હજુ કેટલાક સાસરિયાઓ પુત્રવધુને સાચવવાને બદલે તેની પર અત્યાચાર ગુજારતા હોય છે, અમુક કિસ્સાઓમાં સંસાર ના બગડે અને સારું થઇ જશે તેવી આશાએ કેટલીક મહિલાઓ સહન કરી લેતી હોય છે, તો જ્યાં સહનશક્તિની હદ પૂર્ણ થાય ત્યાં મહિલાઓ સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પણ આગળ આવે છે, હેતલબેન ખીમાણી નામની મહિલા જામનગરના ખાનગી દવાખાનામાં મેડીકલ પ્રેક્ટીસ કરે છે, અને હાલ જામનગરમાં રહે છે,

તેને તેના સુરતમાં વસવાટ કરતા સાસરિયા પક્ષના પતિ મેહુલભાઇ રાજેસભાઇ ખીમાણી, સસરા રાજેશભાઇ નટવરલાલ ખીમાણી, સાસુ મીનાબેન રાજેસભાઇ ખીમાણી, દીયર રાહુલભાઇ રાજેસભાઇ ખીમાણી, દેરાણી પુજા રાહુલભાઇ ખીમાણી રહે. બધા એ-105 પુજા ફ્લેટસ એલ.પી. સવાણી સર્કલ સી.એન.જી. પંપ પાછળ અડાજણ સુરત 2018થી સાતેક દીવસ બાદથી આજ દિન સુધી અવારનવાર હેતલબેનના લગ્નજીવન દરમિયાન અવારનવાર નાની-નાની વાતોમા ઝઘડાઓકરી ગાળો બોલી મારકુટ કરી ઘર કામકાજ બાબતે સમયે સમયે મેણાટોણા મારતા હોય અને શારીરિક માનસિક દુખ-ત્રાસ આપી મેડીકલ પ્રેક્ટીસ કરતા હેતલબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી અને એકબીજાને મદદગારી કરતા હોવાની ફરિયાદ મહિલા પોલીસ મથક જામનગરમાં નોંધાઈ છે.