Mysamachar.in-જામનગર:
જામનગર પોલીસ વિભાગ લાંચ લેવાને વધુ એક વખત બદનામ થયું છે, સીટી એ ડીવીઝન હેઠળ આવતી ખંભાળિયા ગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતો પોલીસકર્મી લાંચના છટકામાં સપડાયો છે, એન્ટી કરપ્શન બ્યુરોની ટીમેં પોલીસેકર્મીને રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે, આ અંગે એસીબી પાસેથી મળતી વિગત મુજબ ખંભાળિયા ગેટ ચોકીમાં ફરજ બજાવતો અરજણ ડાંગર નામના પોલીસકર્મીએ 2500ની લાંચ લેતા જ કોન્સ્ટેબલ એસીબીના હાથે ઝડપાયા અરજી માટે હેરાન પરેશાન નહિ કરવા લાંચ માંગી હોવાનું સામે આવ્યું રહ્યું છે.આ અંગે એસીબી આગળની વધુ કાર્યવાહી કરી રહી છે.