આ વ્યક્તિને માવો રૂ.30 લાખમાં પડ્યો, જાણો કેવી રીતે

ગાડીની ડેકીમાં કોઈ કિંમતી વસ્તુ રાખવાની આદત હોય તો ચેતી જજો.

આ વ્યક્તિને માવો રૂ.30 લાખમાં પડ્યો, જાણો કેવી રીતે

Mysamachar.in-સુરત:

ક્યારેક એવી ઘટના બને છે કે, વ્યક્તિને પણ ખબર નથી પડતી કે એની સાથે આગામી ક્ષણે શું થવાનું છે. ગઠિયાઓ પણ દિમાગ કામ ન કરે એવા આઈીડિયા અપનાવતા હોય છે. જેમાં ક્યારેક તે ફાવી જાય છે તો ક્યારેક પોલીસના હાથે ભરાઈ જાય છે. પણ ગાડીની ડેકીમાં કોઈ કિંમતી વસ્તુ રાખવાની આદત હોય તો ચેતી જજો. ક્યારેક આ મોંઘુ પડી શકે છે. આવો જ એક કિસ્સો મહાનગર સુરત શહેરમાંથી સામે આવ્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક મોપેડની ચોરી થઈ હતી. એક્ટિવામાં રૂ.30 લાખના કિંમતી હીરા હતા. આ સાથે રૂ.1.16 લાખ રોકડા પડ્યા હતા.

પોલીસ રીપોર્ટ અનુસાર પરેશભાઈ દૂધાત હીરાના વેપાર સાથે જોડાયેલા છે. જવાહરનગર રોડ, સાઈનાથ સોસાયટીમાં એમનું ડાયમંડનું કારખાનું છે. જ્યારે નારાયણ નગર સોસાયટીમાં હીરા લે વેચ માટેની એક ઓફિસ છે. તેમણે છેલ્લા એક મહિનામાં જુદા જુદા વેપારી પાસેથી હીરા ખરીદ્યા હતા. આ હીરાની કુલ કિંમત રૂ.30 લાખ છે. હીરા ભરેલી એક બેગ તેમણે એક્ટિવાની ડેકીમાં મૂકી હતી. ત્યારા બાદ તેઓ મિનિ બજારમાં ગયા હતા. ત્યાર બાદ વેપારી પાસેથી લેણા નીકળતા રૂ.1.16 લાખની રોકડ પણ એક્ટિવાના બેગમાં મૂકી હતી. ત્યાર બાદ તેઓ એક્ટિવા લઈને ઘરે જમવા માટે ચાલ્યા ગયા હતા. જ્યાં તેમણે હીરાથી ભરેલી બેગ કાઢી લીધી.

જમ્યા બાદ તેમણે ફરી આ બેગ એક્ટિવાની ડેકીમાં મૂકી દીધી હતી. ત્યાર બાદ તેઓ પોતાની ઓફિસે ગયા હતા. જ્યાં મોપેડ પાર્ક કરી કારીગરને માવો આપવા માટે ગયા હતા. માત્ર દોઢ મિનિટમાં પાછા આવ્યા ત્યાં એક્ટિવા જ ન હતું. શખ્સો એક્ટિવા ચોરી ગયા હતા. એક્ટિવાની ડેકીમાં રૂ.30 લાખના 312 કેરેટ હીરા અને રોકડ રૂ.1.16 લાખ હતા. આ મામલે પરેશભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.