જયંતીભાઇ ભગવાનને શીશ ઝુકાવીને બંને હાથ જોડી પ્રાર્થના કરી રહ્યા હતા અને...

મંદિરમાં બનેલી આ ઘટનાનો વીડિયો સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગયો

જયંતીભાઇ ભગવાનને શીશ ઝુકાવીને બંને હાથ જોડી પ્રાર્થના કરી રહ્યા હતા અને...

Mysamachar.in-વડોદરા:

ત્રિલોકના નાથનું તેડું ક્યારે આવી જાય એની ક્યાં કોઈને ખબર રહે છે. આવી એક ઘટના બની છે મહાનગર વડોદરામાં જ્યાં સ્વામી નારાયણ મંદિરના દર્શન કર્યા બાદ વલસાડના બિલ્ડરે અંતિમ શ્વાસ લીધા. દર્શન કરતી વખતે એટેક આવતા મંદિરમાં જ ઢળી પડ્યા હતા. મંદિરમાં બનેલી આ ઘટનાનો વીડિયો સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગયો હતો. મૂળ વલસાડના રહેવાસી અને જાણીતા બિલ્ડર જયંતી ખાલપ અઠવાડિયા પહેલા કામ હેતું વડોદરા આવ્યા હતા. સ્વામી નારાયણ મંદિર પ્રત્યે અખૂટ શ્રદ્ધા હોવાથી વડોદરામાં આવેલા સ્વામી નારાયણ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. જ્યારે તેઓ મંદિરમાં શીશ નમાવીને પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા ઢળી પડ્યા હતા. જાણે પ્રભુનું તેડુ આવ્યું અને શ્રીજીચરણ પામ્યા.

આ ઘટના બનતા સાથે આવેલા મહિલા અને અન્ય ભાવિકો ચોંકી ગયા હતા. તમામ એમની નજીક દોડી આવ્યા. મહિલાએ અન્ય ભાવિકોની મદદથી એમને હોસ્પિટલ વધુ સારવાર માટે જઈ જવા પ્રયત્નો કર્યા. પણ હોસ્પિટલ પહોંચે એ પહેલા જ મંદિર પરિસરમાં કાયમી ધોરણે આંખો બંધ થઈ ગઈ. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અઠવાડિયા પહેલા  જાણીતા વકીલ અતુલ સંઘવી સાથે સોશિયલ મીડિયા પર જૂના ગીત સાંભળતા હતા. એ દરમિયાન પણ હુમલો આવતા અચાનક સ્થિતિ ગુમાવી દીધી હતી. મંદિરમાં દર્શન કરીને દુનિયાને કાયમી ધોરણે ગુડબાય કરી દીધુ છે. આ ઘટના બનતા થોડા સમય માટે મંદિરમાં પણ દોડધામ મચી ગઈ હતી. સોશિયલ મીડિયા પરથી ઘણા લોકો શોક-દિલાસો વ્યક્ત કરી ચૂક્યા છે.