Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના નાના એવા સુરજકરાડી ગામમાં એક શરમજનક કહી શકાય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં બે કિશોરીઓ સુરજકરાડી ખાતે બસની રાહ જોઇને ઉભા હતા તે દરમિયાન લખુભા ચુડાસમા નામના શખ્સે પોતાની પાસે રહેલ મોબાઈલ ફોનમાં આ કિશોરી જ્યાં ઉભી હતી તે જગ્યાએ પાછળ આવી કોઇપણ પ્રકારની સમંતિ વિના પોતાના મોબાઇલથી કિશોરીના પાછળથી શરીરનો અયોગ્ય ફોટા પાડી તથા વીડીયો ઉતાર્યો હોવાનું સામે આવતા કિશોરીના પિતાએ આ મામલે મીઠાપુર પોલીસ મથકમાં આઈટી એકટ સહિતની કલમો હેઠળ લખુભા ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.