નોકરીની તલાશ કરતી યુવતીને આવો થયો અનુભવ..

જાણવા જેવો કિસ્સો

નોકરીની તલાશ કરતી યુવતીને આવો થયો અનુભવ..
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-જુનાગઢ:

સરકારી કચેરી કે ખાનગી કંપની વગેરેમાં નોકરી કરતી મહિલાઓ સાથે જાતીય સતામણીના બનાવો મામલે દેશભરમાં હોબાળો મચ્યો હતો અને MeeTooનું અભિયાને ભારે જોર પકડ્યું હતું, તેવામાં કારમી મોંઘવારી વચ્ચે નોકરીની તલાશ કરતી યુવતીને એક યુવકે નોકરીની લાલચ આપીને કેફી પદાર્થ પીવડાવીને બેભાન હાલતમાં દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાના કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો છે,

આ બનાવની વિગત એવી છે કે જૂનાગઢની યુવતી એક દિવસ રાજકોટથી જુનાગઢ બસમાં આવી રહી હતી ત્યારે બાજુની સીટ પર બેઠેલા જીગ્નેશ પટેલ સાથે પરિચયમાં આવ્યા બાદ સામાન્ય વાતચીતમાં યુવતીએ જણાવ્યું હતું કે મારા પતિએ મને તરછોડી દીધી છે ઘર ચલાવવા માટે નોકરી શોધી રહી છું ત્યારે જીગ્નેશ પટેલ યુવતીને મોબાઈલ ફોન નંબર આપીને નોકરી માટે મદદ કરવાનો જણાવ્યું હતું,

બસના પ્રવાસ દરમિયાન યુવતી અને જીગ્નેશ પટેલ છૂટા પડ્યા બાદ બીજે દિવસે જીગ્નેશ પટેલ યુવતીને ફોન કરીને નોકરી અપાવી દેવાની લાલચ આપીને જેતલસર ચોકડી પાસે બોલાવી હતી,ત્યાથી મોટરસાઇકલ પર બેસાડીને જેતપુર લઈ ગયા બાદ ફરીથી જુનાગઢ લઈ આવ્યો હતો, ત્યાં એક ગેસ્ટ હાઉસમાં રૂમ રાખીને યુવતીને પાણીમાં કેફી પ્રવાહી નાખીને બેભાન કરી દીધી હતી અને યુવતી ઉઠી ત્યારે તેના કપડા ઉતારીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની જાણ થઈ હતી,

યુવતીએ જિગ્નેશને આ અંગે પૂછતા જિગ્નેશે ધમકાવીને મારા કાકા પોલીસમાં છે, ફરિયાદ કરતી નહીં તેમ કહીને યુવતીને મોટરસાઇકલ પર બેસાડીને જેતલસર ચોકડી પાસે ઉતારીને નાસી ગયો હતો.ત્યારબાદ આ બનાવ અંગે યુવતીએ તેની ભાભીને વાતચીત કર્યા બાદ જુનાગઢ પોલીસમાં યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે જિગ્નેશ પટેલની ધરપકડ માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.